તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિમાન્ડ મંજૂર:વલસાડમાં દારૂના જથ્થા સાથે ઝડપાયેલો પોલીસ જવાન અને તેની પત્ની બે દિવસના રિમાન્ડ ઉપર

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • LCBની ટીમે 226 બોટલ દારૂના જથ્થા સાથે પોલીસ જવાન અને તેની પત્નીને ઝડપ્યા હતા
  • પોલીસ જવાનને દેવું વધી જતાં દારૂની ખેપ મારતો હતો

વલસાડ LCBની ટીમને બુધવારે મળેલી બાતમીના આધારે ધમડાચી હાઇવે ઉપરથી એક પોલીસ જવાનને 226 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યો હતો. LCBની ટીમે ભરૂચના પોલીસ જવાનને તેની પત્ની અને બાળક સાથે કારમાં દારૂનો જથ્થો લઈને જતા ઝડપી પાડ્યો હતો. તે કેસમાં ડુંગરી પોલીસે ઝડપાયેલા દંપતીને કોર્ટમાં રજૂ કરતા ડુંગરી પોલીસે સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

પોલીસ જવાન દમણથી દારૂનો જથ્થો ભરી લાવ્યો

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે એક કાર નંબર GJ-16-CB-5412માં દમણથી દારૂનો જથ્થો ભરી એક મહિલા સાથે કારનો ચાલક સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વલસાડ LCBની ટીમે ધમડાચી હાઇવે પાસે એપીએમસી સામે કારને અટકાવી હતી. કારમાં ચાલક અને તેની બાજુમાં ઉપર એક મહિલા નાના બાળક સાથે બેઠી હતી.

મમતા દીપકભાઈ પરમાર અને તેનો દીકરાને ડિટેન કર્યાં હતાં

LCBના જવાનોએ કારના ચાલકને ઉતારી કારને ચેક કરતા કારની ડ્રાઈવર સીટ પાછળ અને કારની ડેકીમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારનો ચાલક દીપકભાઈ રમણભાઈ પરમાર ઉમર વર્ષ 37 પાલેજ પોલીસ લાઈનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. મમતા દીપકભાઈ પરમાર અને તેનો દીકરાને ડિટેન કર્યાં હતાં. LCBની ટીમે કારમાંથી 226 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 87,800, મોબાઈલ ફોન 3 અને ટેબ્લેટ મળી કુલ 6.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે કેસમાં ડુંગરી પોલીસે પોલીસ જવાન અને તેની પત્નીને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...