અપહરણ કેસ:પોલીસે ભોગ બનનાર ડોક્ટરનું નિવેદન લીધું

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડના હરિયા ગામના આયુર્વેદિક ડોક્ટરનું બુધવારે મોડી સાંજે અટાર વૃદ્ધાશ્રમ પાસેથી અપહરણ કેસમાં આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. નજીકના CCTV ફૂટેજ અને ખાનગી બાતમીદારોની મદદ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડ તાલુકાના હરિયા ગામા રહેતા આયુર્વેદિક ડો.જનક અનિલભાઈ વૈરાગીનું બુધવારે અટાર વૃદ્ધાશ્રમ પાસે અજાણ્યા ઈસમોએ કારમાં અપહરણ કરી ગયા હતા. અપહરણ કારતાઓએ 1 કરોડની માંગણી કરી હતી. અપહરણના 18 કલાક બાદ ચિચાઈ ગામમાં અવારૂ જગ્યાએ અર્ધ નગ્ન હાલતમાં મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તે કેસના વલસાડ પોલીસે ડો. જનક વૈરાગીનું નેવેદન નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓનું પગેરૂ મેળવવા માટે નજીકના CCTV અને બાતમીદારો પાસે વિગત એકત્રિત કરવામાં આવી રહી છે. વલસાડ LCB, SOG અને રૂરલ પોલીસ અને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...