વલસાડ જિલ્લાના પારડીના પરિયા ગામમાં તળાવ પાસે પોલીસે પીકઅપ ટેમ્પો કતલખાને લઇ જવાતા ત્રણ ગાય અને બે વાછરડા મળી પાંચ પશુઓને સાથે એક આરોપીને ઝડપીને પારડી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પારડી પોલીસ મથકના PSI ગોહિલ ટીમને મળેલી બાતમીના આધારે પારડી તાલુકાના પરિયા ગામે આવેલ તળાવ પાસે પરીયાથી ખુંટેજ જતા રોડ ઉપર મહિન્દ્રા પીકઅપ ટેમ્પો નંબર DN-09-S- 9207ને અટકાવી તપાસ કરતા ટેમ્પામાં ગૌ વંશની 3 ગાયો અને 2 વાછરડા મળી આવ્યા હતા. ગૌ વંશ માટે ટેમ્પામાં ઘાસચારો તથા પાણીની સુવિધા ન રાખી વગર પાસ પરમીટે કતલખાને લઇ જતા ઝડપી પાડ્યા હતા.
પોલીસે ગૌ વંશ સાથે આરોપી બંસી અર્જુન ધોળી રહે ઉમરગામને પકડી પાડ્યો હતો. તથા ગૌવંશને મંગાવનાર અને મોકલનાર ઈનામુલાહ ઉર્ફે અનુ અબ્દુલ હક ખોટ અને મોહમ્મદ ગુલાબ નબી ખોટ બંને રહે અરનાલા મુસ્લિમ ફળિયા તાલુકા પારડી તથા મોહમ્મદ જેના પુરા નામની ખબર નથી રહેવાસી વાપી મળી ત્રણ ઇસમો ને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. પોલીસે ટેમ્પાની કિંમત 3 લાખ, પશુઓની કિંમત 49 હજાર મળીને કુલ રૂ. 3.49 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.