તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલસાડમાં 2 લગ્નપ્રસંગોમાં કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ થતા પોલીસે નિયમ મુજબ દંડની વસૂલાત કરી

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નપ્રસંગમાં ફેસમાસ્ક વગર લોકો મળી આવતા દંડની વસૂલાત કરી

વલસાડ જિલ્લામાં ઘટી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે કોવિડના નિયમોમાં 10 જુલાઈથી યોજાનારા લગ્ન પ્રસંગોમાં 150 માણસો સાથે લગ્ન પ્રસંગ ઉજવવા છૂટછાટ આપવામાં આવી હતી. લગ્ન પ્રસંગમાં ફેસ માસ્ક સહિત કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવા પણ જણાવ્યું હતું. 13 જુલાઈના રોજ વલસાડના પાવર હાઉસ નજીક આવેલા નર્મદા ભવન મેરેજ હોલ ખાતે અને શેઠિયા નગર ખાતે આવેલા સંસ્કૃતિ મેરેજ હોલમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં વલસાડ સીટી પોલીસના રાજકુમાર કરુણાશંકર અને પોલીસ જવાનોએ કોવિડની ગાઇડ લાઇનનું ચેકીંગ હાથ ધર્યું હતું.

પાવર હાઉસ પાસે નર્મદા ભવન મેરેજ હોલમાં લગ્ન પ્રસંગમાં બે વ્યક્તિઓને ફેસ માસ્ક પહેર્યાં વિના ઝડપી પાડયા હતા. પોલીસે લગ્ન આયોજક પાસેથી 2000 રૂપિયા નો દંડ વસૂલ્યો હતો. જ્યારે શેઠિયા નગર ખાતે આવેલા સંસ્કૃતિ મેરેજ હોલમાં ચેકીંગ દરમ્યાન એક વ્યક્તિને ફેસ માસ્ક વિના ઝડપી લગ્ન આયોજક પાસેથી નિયમ મુજબ નો 1000 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. અને બંને લગ્ન આયોજકોને અને ઉપસ્થિત મહેમાનો ને સીટી પોલીસના જવાનોએ કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવા કડક શબ્દોમાં સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...