તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગ:ગૌતસ્કરોને ઝડપવા રાત્રે વલસાડ હાઈવે પર પોલીસ ફોજ ખડકાઈ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મળસ્કે 5 વાગ્યા સુધી ચેકિંગ કર્યું, કઈં હાથ ન લાગ્યું

વલસાડ પોલીસને સુરત તરફથી ગૌવંશ ભરેલા 3 વાહનો મહારાષ્ટ્ર લઇ જવા માટે પસાર થનાર છે તેવી ગુરૂવારે મોડી સાંજે બાતમી મળી હતી.ખાનગી બાતમી મળતાં એસપીએ વલસાડ નંદાવલા હાઇવે પર પોલીસની ફોજ ખડકી ચેકિંગ હાથ ધરાવ્યું હતું.જો કે ગૌતસ્કરોને આની ગંધ આવી જતાં તેઓ પરત થઇ ગયા હોવાનું જણાયું હતું. પોલીસની મોડી રાત્રે સતત 5 કલાક સુધી નાકાબંધી છતાં કોઇ પકડાયું ન હતું. વલસાડ હાઇવે પરથી સુરતથી મહારાષ્ટ્ર ગૌવંશને લઇ જવામાં આવનાર છે તેવી બાતમીના આધારે એસપી ડો.રાજદિપસિંગ ઝાલાએ તાત્કાલિક મોડી રાત્રે નંદાવલા હાઇવે પર પોલીસ કાફલો મોકલી વાહનચેકિંગ શરૂ કરાવી દીધું હતું.આ સાથે અગ્નિસેવા દળના કાર્યકરો પણ પોલીસ સાથે હાઇવે પર પહોંચ્યા હતા.

ગુરૂવારે મોડી રાત્રે 10 વાગ્યાથી પોલીસે સુરત તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કર્યું હતું.મોટા કન્ટેનરો,ટ્રકો રોકીને ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરતાં બાતમી મુજબ વલસાડ હાઇવે થઇ મહારાષ્ટ્ર કતલખાને ગૌવંશને ભરીને જવા માગતા ઇસમોને ગંધ આવી ગઇ હતી.પરિણામે તસ્કરો,કસાઇઓ અડધે રસ્તેથી જ પરત થઇ ગયા હોવાનું અનુમાન કરાયું હતું.પોલીસે રાત્રે 10 થી મધરાતે 2 વાગ્યાસુધી વલસાડના નંદાવલા હાઇવે ઉપર સુરતથી વલસાડ તરફ આવતા શંકાસ્પદ વાહનોને અટકાવી ચેકિંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...