કાર્યવાહી:વલસાડના દુલસાડમાં પોલીસ રેડ,જુગાર રમતા પાંચ ઝડપાયા

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દુલસાડ ગામે દેસાઇ ફળિયામાં એક ઘર પાસે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી.પોલીસે દુલસાડ પહોંચી બાતમી વાળા સ્થળ દેસાઇ ફળિયામાં વિજય નામના ઇસમના ઘરના ઓટલા ઉપર કુંડાળું વાળીને કેટલાક ઇસમો જૂગાર રમતા હોવાનું નજરે પડ્યું હતું.

પોલીસે કોર્ડન કરી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા વિજય વિનુ પટેલ,રહે.દેસાઇ ફ.જીતુ પેશુ પરેરા,રહે.પારસી ફળિયુ,શૈલેષ ખંડુ પટેલ,રહે.કોલા ફળિયા,રોહિત મોહન પટેલ,રહે.કોલા ફળિયા અને ધર્મેશ રમેશ પટેલ,રહે.દેસાઇ ફળિયાનાઓની ધરપકડ કરી જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...