અગમચેતી:અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સજાનું એલાન થાય તે પૂર્વે વલસાડના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારાયું

વલસાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંવેદનશીલ વિસ્તારોમાં ઘર્ષણ ન સર્જાય તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
  • બોમ્બ બ્લાસ્ટ કેસની સજાનું એલાન હવે 11 ફેબ્રુઆરીએ થશે

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટના કેસમાં અમદાવાદની કોર્ટમાં આજરોજ ચુકાદો જાહેર કરવામાં આવનાર હતો. જેને લઈને જિલ્લાના તમામ સંવેદન સિલ અને અતિ સંવેદન સિલ વિસ્તારોમાં તકેદારીના ભાગ રૂપે પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. અમદાવાદ હાઈ કોર્ટે ચુકાદો 11 ફેબ્યુઆરીએ ચુકાદો જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદમાં 26 જુલાઈ 2008માં કેટલાક લોકોએ રાજ્યની શાંતિ ભંગ કરવા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કરી રાજ્યની શાંતિ ભંગ કરી હતી. આ બૉમ્બ બ્લાસ્ટમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે કેસ અમદાવાદની કોર્ટમાં ચાલી જતા અમદાવાદની કોર્ટ દ્વારા આજે અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટમાં સેંડોવાયેલા આરોપીઓને સજા જાહેર કરવાની જાહેરાત કરી હતી. જેને લઈને વલસાડ જિલ્લા સહિત રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારો અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ અને પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લા પોલીસે જિલ્લામાં આવતા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસનું પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતુઁ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો હતો. જોકે અમદાવાદ કોર્ટે 11 ફેબ્યુઆરી સુધી સુનાવણી મુલતવી રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...