ચોરીનો ભેદ ઉકેલાયો:ઉમરગામના ખેતલવાડામાં ખેતીના ઓજારો ચોરી કરવાના કેસમાં 5 ઇસમોને પોલીસે દબોચી લીધા

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે બંધ રૂમમાં મુકેલા ખેતીના ઓઝાર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે ઉમરગામ પોલીસની ટીમે બાતમીદારોની મદદ મેળવીને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતા ચોરીના ગુનામાં સંડોવાયેલા અને ચોરીનો સામાન ખરીદનારા તેમજ ટેમ્પો ચાલક મળી કુલ 5 ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ઉમરગામ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

41 હજારથી વધુનો મુદ્દામાલની ચોરી થઇ હોવાની ફરીયાદ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના આમગામ ખાતે રહેતા અરવિંદ ઠાકોરની આંબાવાડી ખતલવાડાના માલખેતપાડા ખાતે આવી છે. આ આંબાવાડીમાં રૂમનું તાળું તોડી, તેમાં મુકેલા ખેતીના ઓજારો કોઈ અજાણ્યા ઇસમો ચોરી ગયા હોવાની ફરિયાદ ઉમરગામ પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં ખેતીને લગતા સાધનોમાં એક ઈલેક્ટ્રીક મોટર, સર્વિસ વાયર, 2 ત્રિકમ, 2 પાવડા, 2 તગારા, 2 પરાઈ, લોખંડના 200 કિલો જુના નટબોલ, ઘાસ બાંધવાની ચેન મળી કુલ 41 હજાર 200થી વધુના મુદ્દા માલની ચોરી થઈ હોવાની ફરીયાદ ઉમરગામ પોલીસ મથકે નોંધાઈ હતી.

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
જે ફરિયાદના આધારે ઉમરગામ પોલીસે બાતમીદારોની મદદ મેળવી હતી. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા, આ ગુનામાં સંડોવાયેલો ગુલાબ અમૃત ઘોડી નામના ઈસમની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ઉમરગામ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તેમજ ચોરીના ખેતીના ઓજારો ખરીદનારા ભંગારના ગોડાઉન સંચાલકો મળી કુલ 5 ઇસમોની ધરપકડ કરી હતી અને ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. ઉમરગામ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...