વલસાડ જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજખોરી આચરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જે સુચનના આધારે જિલ્લામાં વ્યાજખોરીનો ભોગ બનેલા 5 ઈસમો નજીકના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પારડી પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે ઊંચા વ્યાજે અને લાયસન્સ વગર નાણાંનું ધિરાણ કરતા દમણીઝાંપા કોથરવાડીનો યુવાનને પોલીસ ઉંચકી લાવી હતી. ફરિયાદી પાર્થ જયસુખભાઈ પટેલ નાઓને આર્કિટેકના વ્યવસાયમાં મટીરીયલ લેવા માટે તેમજ લેબર ને પૈસા ચૂકવવા માટે પારડી કોથરવાડી ખાતે રહેતા ધ્રુવ ઉર્ફે કાંચો રાજુભાઈ પટેલ પાસેથી રૂ.50000, માસિક 10% વ્યાજના દરે લીધા હતા પરંતુ તમારે કોઈ કીમતી વસ્તુ મારી પાસે ગીરવે રાખવી પડશે તેમ ધ્રુવે જણાવ્યું હતું. ત્યારે ફરિયાદીએ તેના મિત્ર રવિ રમેશભાઈ યાદવ રહે પારડી ભેંસલાપાડ નાવોના બનેવીની બુલેટ નંબર GJ-21-BH-4426ને ગીરવે મૂકી હતી. જેના એક માસ બાદ ધ્રુવે ફરિયાદીને ફોન કરી 10% વ્યાજના ₹5,000 ચૂકવી આપો તેમ કહ્યું હતું. જો કે ફરિયાદી પાસે પૈસાની સગવડ નથી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ધ્રુવે ફરી 2 મહિનાના 10% વ્યાજ 10,000 બાકી હોવાની વાત કરી હતી. અને વારંવાર વ્યાજના રૂપિયા લેવા માટે દબાણ કરતા ફરિયાદી પાર્થ પટેલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અને આ યુવાન પારડી તાલુકા સિવાય અન્ય વ્યક્તિઓને પણ વ્યાજના દરે રકમ આપી વ્યાજનો ધંધો કરતો હોવાની માહિતી મળી હતી. ધ્રુવ ઉર્ફે કાંચો રાજુભાઈ પટેલ નાઓ સત્તાધિકાનું નાણાંધીરધારનો લાયસન્સ પોતાની પાસે ન હોવા છતાંય ગરીબ મધ્યમ વર્ગના લોકોને ઊંચા વ્યાજે રૂપિયા આપી વધુ રકમ વ્યાજની વસૂલ કરતા અને ગેરકાયદેસર બુલેટ બાઈક લઈ વ્યાજના રૂપિયા માંગતા પોલીસે યુવાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં લઇ જઈ અન્ય કેટલા પાસેથી આ રીતે વ્યાજનો ધંધો ચલાવતો હોવાના રિમાન્ડ મેળવવા હાજર કર્યો હતો. અને આગળની તપાસ સેકેંડ પીએસઆઇ એ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.