કાર્યવાહી:વાપીના સુલપડમાં ગણેશ મંડપ પાસે જુગાર રમતા 17 શખ્સોને પોલીસે ઝડપી લીધા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે રૂપિયા એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

વાપીના સુલપડમાં ગણેશ મંડપ પાસે ખૂલ્લી જગ્યામાં જુગાર રમતા 17 આરોપીની ટાઉન પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી કુલ રૂ.1 લાખ 02 હજાર 220નો મુદ્દામાલ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપી ટાઉન પોલીસની ટીમ શનિવારે નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભડકમોરા સુલપડ ખાતે તળાવની બાજુમાં ગણેશ સ્થાપના મંડપ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમતા દેખાયા હતા. પોલીસે 17 આરોપીને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.50 હજાર 220 તથા 15 ફોન કિં.રૂ.52 હજાર મળી કુલ રૂ.1 લાખ 02 હજાર 220ના મુદ્દામાલ કબજે લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

17 જુગારીઓની ધરપકડ
આરોપી મંગુ પટેલ, કિર્તી બાબુ પટેલ, કનુ ચીમન પટેલ, દિવ્યેશ રાજેશ પટેલ, કૌશીક અશોક સોનાર, મીત જીતેંદ્ર પટેલ, ક્રિશ શાંતુ પટેલ, બ્રિજેશ અશ્વિન પટેલ, કૌશિક બટીક પટેલ, રામઅવતાર અયોધ્યા પ્રસાદ પટેલ, જયેશ રાનુ બોરાડે, સ્વપ્નીલ અનિલ વાનખેડે, નિલેશ રાવસાહેબ હોવાલ, ગણેશ અરૂણ વાનખેડે, દેવાનંદ રામજી સહારે, શ્રીચંદ સુરજબલી શ્રીવાસ્તવ અને વિકેશ ચીમન પટેલ ની પોલીસે જુગાર રમતા ધરપકડ કરી હતી.

બલીઠાથી પણ 9 જુગારીયા ઝડપાયા
બલીઠા ભંડારવાડ ખાતે રાજુ અમરત પટેલના ઘર સામે ગણપતિ મંડપ પાસેથી રવિવારે મળસ્કે 3 વાગે એલસીબીએ આરોપી રાજુ અમરત પટેલ, સિધ્ધાર્થ દિપક પટેલ, જીગ્નેશ ગજાનંદ ભંડારી, બ્રિજેશ પ્રવિણ ભંડારી, દિલીપ દલપત ભંડારી, ગફુર લતીફ પટેલ, ગીરીશ જગન ભંડારી, કમલેશ ગજુ પટેલ અને જીગ્નેશ ભરત પટેલને જુગાર રમતા પકડી પાડી રોકડા અને 8 મોબાઇલ મળી કુલ રૂ.76,520ના મુદ્દામાલ કબજે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...