તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવ જેહાદ:વાપીમાંથી 2 બાળકોની માતાને પ્રેમજાળમાં ફસાવી બિહારમાં ધર્માંતરણ કરાવે તે પહેલા જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીના કબજામાંથી મહિલા અને તેની પુત્રીને મુક્ત કરાવી
  • લગ્નની લાલચ આપી મહિલા અને તેની બાળકી સાથે ભગાડી ગયો હતો

વલસાડ જિલ્લાના વાપીમાં લવજેહાદનો બીજો મામલો સામે આવ્યો છે. વાપીમાં રહેતી એક પરિણીતાને લગ્નની લાલચ આપી બિહાર લઈ જઈ ધર્માંતરણનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જો કે, આરોપી પરિણીતાનું ધર્માંતરણ કરાવે તે પહેલા જ બિહાર પહોંચેલી વલસાડ પોલીસે પરિણીતા અન તેની પુત્રીને મુક્ત કરાવી હતી અને આરોપીને ઝડપી પાડી ગુજરાત ધર્મ સ્વાતંત્રય ( સુધારા ) અધિનીયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપી બલિઠા વિસ્તારમાં રહેતો વિધર્મી અને પરિણીત યુવક સાથે GIDCમાં આવેલી એક જ કંપનીમાં સાથે ફરજ બજાવતી પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ થયો હતો. છેલ્લા 5 વર્ષથી સાથે એક જ કંપનીમાં ફરજ બજાવતા હતા. થોડા સમય પહેલા પરિણીત મહિલાને તેના પતિ સાથે ઘર કંકાસથી કંટાળી ગઈ હતી. આરોપીએ પરિણીત મહિલાને લગ્ન કરવાની લાલચ આપી ધર્માંતરણ કરાવવા મહિલાને તેની 3 વર્ષની બાળકી સાથે ભગાડી ગયો હતો. મહિલાના પતિએ વાપી ટાઉન પોલીસ મથકે પત્ની અને બાળકી ગુમ થાય હોવાની નોંધ કરવી હતી.

પોલીસે તપાસ કરતા મહિલા સાથે અન્ય એક વિધર્મી યુવક પણ ગુમ થયો હોવાની વાત મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરતા યુવક મહિલાને બિહાર ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તાત્કાલિક બિહાર પહોંચી મહિલા અને તેની 3 વર્ષની.બાળકીનું યુવક ધર્માંતરણ કરે તે પહેલાં વલસાડ પોલીએ બિહારથી આરોપી અને ભોગબનનાર મહિલા અને તેની બાળકીને ધર્માતારણ કરે તે પહેલાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

એક પરણિત મહીલા પોતાની ત્રણ વર્ષની પુત્રી સાથે ગુમ થતાં તેના પતિ દ્વારા વાપી ટાઉન પો.સ્ટે.માં ગુમ જાણવા જોગ ફરીયાદ આપવામાં આવેલ હતી . સદર જાણવા જોગની તપાસ દરમ્યાન ફરીયાદીને આ કામના ભોગ બનનારે ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે આ ગુમ થનાર મહીલાને એક વિધર્મી યુવક નામે જાવેદ અલી હકીમ આલમ રહે . છતુપુર , જી.બકસર બિહાર નાએ અપહરણ કરી બિહાર ખાતે પોતાના વતનના ગામે લઇ જઇ મહીલાને લલચાવી ફોસલાવી તેનું ધર્મ પરીવર્તન કરાવી તેની સાથે લગ્ન કરેલ છે. જે અંગે ભોગ બનનારની પતિ દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપતાં આરોપી જાવેદઅલી વિરૂધ્ધ ઇ.પી.કો કલમ . 365 , 506 ( 2 ) તથા ગુજરાત ધર્મ સ્વાતંત્રય ( સુધારા ) અધિનીયમની કલમ -4 મુજબ તા .12 જુલાઈના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

આ ગુનાના કામનો આરોપી પહેલાથી પરીણીત હતો . અને મહીલા પણ પરણીત હોય આરોપી તેને જણાવતો હતો કે , તું ધર્મ પરીવર્તન કરીશ તો જ હું તારી સાથે લગ્ન કરીશ. જેથી આરોપી તથા ભોગ બનનારને શોધવા માટે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસીંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બિહાર ખાતે મોકલી આપવામાં આવેલ જે ટીમ દ્વારા આરોપી જાવેદ અલી પાસેથી ભોગ બનનાર તથા તેની પુત્રીને મુકત કરાવી પરત વાપી ખાતે લાવી આરોપીને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . આરોપીની પુછપરછ કરતા આરોપીએ જણાવેલ છે કે , તેણે ભોગ બનનાર મહીલા સાથે લગ્ન કરવા કોશીષ કરતા મહીલાએ કોર્ટ મેરેજનો આગ્રહ રાખતા લગ્ન થઇ શકેલ નહી. તે દરમ્યાન પોલીસે આરોપી જાવેદઅલીના પાસેથી ભોગ બનનાર તથા તેની પુત્રીને મુકત કરાવેલ છે . તેમજ હાલ આ ગુનાની તપાસ DySP વી.એન પટેલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...