તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર પ્રયાસ:વલસાડમાં દારૂનો જથ્થો ઝડપવા પોલીસે જાતે જ ટ્રાફિક જામ કરાવ્યો, ડમ્પરના ચોરખાનામાંથી 2136 દારૂની બોટલ મળી આવી

વલસાડ3 મહિનો પહેલા
  • ડમ્પર ચાલક નાશી છૂટતા પોલીસે શોધખોળ હાથ ધરી

પોલીસ હંમેશા રસ્તા પર સર્જાયેલા ટ્રાફિક જામ દૂર કરવાનું કામ કરતી હોય છે. પરંતુ, વલસાડ પોલીસે દારૂનો જથ્થો ઝડપવા માટે જાતે જ ટ્રાફિક જામ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ નવતર પ્રયોગમાં પોલીસને સફળતા પણ મળી છે. ટ્રાફિક જામમાં ડમ્પર ફસાઈ જતા પોલીસે ડમ્પરમાં બનાવેલા ચોર ખાનામાં 2136 દારૂની બોટલ ઝડપી પાડી છે. જો કે, ચાલક ફરાર થતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.

કોરોના મહામારીના મીની લોકડાઉન ખુલતાની સાથે બુટલેગરો દ્વારા અનેક તરકીબો અપનાવી વિપુલ પ્રમાણમાં ગુજરાતમાં દારૂનો જથ્થો ઠલાવવા તૈયારી કરી રહ્યા છે. તેવો જ એક કેસ વલસાડ LCBની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. મંગળવારે વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે એક ડમ્પર ન.GJ-15-UU-1385 માં બનાવેલા ચોર ખાનામાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો સંતાડી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.

વલસાડ એલસીબીએ બાતમીના આધારે ગુંદલાવ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમી વાળું ડમ્પર આવતા તેને અટકાવવા પોલીસે હાઇવે ઉપર ટ્રાફિક જામ કરાવ્યો હતો. પોલીસની નાકાબંધી જોઈ ડમ્પર ચાલક પોતાનું ડમ્પર રોડ ઉપર મૂકીને ફરાર થઈ ગયો હતો. LCBની ટીમે ડમ્પરમાં ચેક કરતા ડમ્પરના ફલકાના તળિયાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી 2135 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 2.91 લાખ અને ડમ્પર મળી કુલ 12.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ડમ્પરના ચાલકને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...