લોકોમાં રોષ:ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી ન કરતા આખરે પોલીસે ઓવર લોડ રેતીની 15 ટ્રક કબજે લીધી

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર બેફામ દોડતી ટ્રકથી લોકોમાં રોષ હતો

વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના દાંતી, ધરાસણા, મેથિયા, ધોલાઇ જેવા ગામોના કિનારાએથી દરિયાઇ રેતી કાઢીને ટ્રકોમાં ભરી મહારાષ્ટ્ર મોકલવામાં આવતા અગાઉ પણ સ્થાનિક ટ્રકચાલકોએ ભારે વિરોધ કર્યો હતો.આ ટ્રકો બેફામ ગતિએ અહિના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતાં અકસ્માતના બનાવો અને ટ્રકમાંથી પાણી પડતાં રોડ ખરાબ થવાના મામલે ગ્રામજનોએ અગાઉ વારંવાર તંત્રને ફરિયાદો કરી હતી.બીજી તરફ વલસાડ ખાણ ખનિજ ખાતાની નિષ્ક્રિયતા સામે પણ લોકોમાં રોષ ફેલાયો હતો.

મહારાષ્ટ્રમાં દરિયાઇ રેતી ઉપર પ્રતિબંધ હોવાથી ત્યાંના વેપારીઓ વલસાડ તાલુકાના કાંઠાના ગામોમાંથી દરિયાઇ રેતી કાઢીને મહારાષ્ટ્રમાં વેપલો કરતા હોવાનું લાંબા સમયથી ચાલી રહ્યું છતાં ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની ફરિયાદ ગ્રામજનો કરી રહ્યા છે.દરમિયાન ડુંગરી પોલીસે આ પંથકમાંથી રેતી ભરીને ઓવરલોડ જતી 15 ટ્રક કબજે કરતાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...