તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Police Entry Into A Wedding DJ Party At Pardi In Valsad District, Complaint Against Two Persons Including The Bride's Father

કાર્યવાહી:વલસાડ જિલ્લાના પારડી ખાતે એક લગ્નની DJ પાર્ટીમાં પોલીસની એન્ટ્રી, દુલ્હનના પિતા સહિત બે વ્યકિત સામે ફરિયાદ

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાસ્થળ પરથી 76 હજારનો મુદામાલ કબજે કરાયો

વલસાડ જિલ્લાના પારડીના ખૂટેજ ગામમાં લગ્નસરાના પ્રસંગમાં DJ પાર્ટીનું આયોજન કરનાર દુલ્હનના પિતા અને DJ ઓપરેટને કુલ 76 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા, કોવિડની ગાઈડલનો ભંગ કરવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ જિલ્લામાં વધીરહેલ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને જિલ્લામાં લગ્નસરાના પ્રસંગો 50 વ્યક્તિઓની હાજરીમાં ઉજવવા છૂટ આપવામાં આવી હતી. સાથે લગ્ન પ્રસંગોમાં કોવિડની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવા જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી. સાથે જિલ્લામાં યોજાતા તમામ લગ્ન પ્રસંગોમાં કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.

થોડા સમય પહેલા કોસંબા અને મગોદ ખાતે યોજાયેલા લગ્નમાં DJ પાર્ટીનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને પોલીસ દોડતી થઈ હતી. મગોદ ખાતે યોજાયેલા લગ્નની પૂર્વ રાત્રીએ DJ પાર્ટીનો વિડીયો વાયરલ થાય બાદ રૂરલ પોલીસની ટીમ એક્સન મોડમાં આવીને તત્કાલિમ રેડ કરીને DJ સંચાલક અને લગ્ન આયોજક સહિત 3 ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

પારડીના ખૂટેજ ખાતે 6 જૂને યોજાનારા લગ્ન પ્રસંગમાં પારડી પોલીસે બાતમીના આધારે રેડ કરી DJ ઓપરેટર અને દુલ્હનના પિતાને DJ પાર્ટીનું આયોજન કરીને કોરોના મહામારી વચ્ચે કોવિડની ગાઈડ લાઈનનો ભંગ કરવા બદલ ગુનો નોંધી DJનો સામાન સહિત 76 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...