તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલસાડ કચીગામ ઝાડી ફળીયામાં લગ્નમાં ચાલી રહેલી DJ ડાન્સ પાર્ટીમાં પોલીસની એન્ટ્રી, DJ સંચાલક અને લગ્ન આયોજકની ધરપકડ

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરીના લગ્નની ઓનલાઇન નોંધણી પણ કરાવી ન હતી

વલસાડ રૂરલ પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કચીગામમાં લગ્નની ઓનલાઇન નોંધણી કરાવ્યા વિના લગ્નમાં DJ પાર્ટી રાખી લોકટોળુ એકત્રિત કરીને DJ પાર્ટીની મઝા માણી રહ્યા હતા. વલસાડ જિલ્લા કલેક્ટરને જાહેરનામનો ભંગ કરવા બદલ રૂરલ પોલીસે રૂ.15 હજારનો DJનો સામાન સહિત લગ્ન દુલ્હનના પિતા અને DJ સંચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ રૂરલ પોલીસની ટીમ 6 જુનની રાત્રીએ નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડ તાલુકાના કચીગામના ઝાડી ફળિયામાંથી લાઉડ સ્પીકરના અવાજ આવતા પોલીસ જવાનોએ અવાજની દિશામાં ચેક કરતા કચીગામ ઝાડી ફળિયામાં રહેતા કમલેશ જશવંત પટેલના ઘરે યોજાઈ રહેલા લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થયેલી જોવા મળી હતી. સોશ્યલ ડિસ્ટન્સ અને ફેસ માસ્ક પહેર્યા વિના લોકો DJના તાલે નાચવા માં મગ્ન હતા. અને લગ્ન આયોજક કમલેશ પટેલની પ્રાથમિક પૂછપરછ કરતા તેમની દિકરીના લગ્ન હોવાનું જણાવ્યું હતું.

કમલેશ પટેલે લગ્નની ઓનલાઇન નોંધણી પણ કરાવી ન હોવાનું જણાવ્યું હતું. DJ ઓપરેટર સુનિલ કાળીદાસ પટેલ DJ સંચાલક પોતે ઓપરેટર તરીકે હાજર હતો. ડીજે સંચાલક અને લગ્ન આયોજક ને કુલ 15 હજારના DJના સામાન સાથે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ અટક કરી રૂલર પોલીસ મથકે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...