તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ધરમપુર તાલુકા કોંગ્રેસ મોંઘવારી અંગે વિરોધ પ્રદર્શન કરે તે પહેલા પોલીસે કોંગી કાર્યકરોને ડિટેઇન કર્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવ ચોકડી કોંગ્રેસ કાર્યાલયથી મેઈન બજાર સુધી રેલી યોજી વિરોધ પ્રદશનનો કાર્યક્રમ યોજવાનો હતો

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના આગળ અલગ તાલુકાઓમાં BJPના સાસનમાં મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન અને મામલતદારને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

ધરમપુર કોગ્રેસ દ્રારા દેશમાં વધી રહેલી મોંઘવારીને અંકુશમાં લાવવા સરકારને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા એક રેલી અને ધરમપુર મામલતદારને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેને લઈને ધરમપુરના વાવ ચોકડી કોંગ્રેસ કાર્યાલયથી મેઈન બજાર સુધી રેલી યોજી વિરોધ પ્રદશનનો કાર્યક્રમ કરે એ પહેલાં જ ધરમપુર પોલીસ દ્રારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, માજી સાંસદ કિશન પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલ, સહિત તમામ કોંગ્રેસીઓને ડિટેઇન કર્યા હતા.

કોંગ્રેસીઓ આ તબક્કે વિવિધ સુત્રોચાર સરકાર હમેશે ડરતી હે પોલીસ કો આગે કરતી હે, સરકાર તેરી તાનાહશી નહિ ચલે ગી, હાય રે ભાજપ હાય હાય સાથે વિરોધ નોંધાવ્યો હતો તેમજ વિરોધ કરે એ પહેલાં જ ડિટેન કરતા કોંગ્રેસ આગેવાનો એ પોલીસ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...