પોલીસનું ફૂટ પેટ્રોલીંગ:વલસાડ શહેરમાં હોળી-ધુળેટીના પર્વ પર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની સમીક્ષા માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોળી અને ધુળેટી પર્વને લઈને ભીડ નો લાભ લઈને પાકીટ સ્નેચિંગ અને ચેન સ્નેચિંગની ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવા લોકોને જાગૃત કર્યા

શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા અને આગામી હોળી અને ધુળેટી પર્વને લઈને શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેમાં વલસાડ ઇન્ચાર્જ SPનું શહેરના મુખ્ય માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દુકાનદારોને દુકાન બહાર દબાણ ન કરવા અને વાહન ચાલકોને ટ્રાફિકને નડતર રૂપ વાહનો પાર્ક ન કરવા અંગે જાગૃત કરવા આવ્યા હતા. વલસાડ ઇન્ચાર્જ SP દ્વારા આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા એક્શન પ્લાન બનાવશે તેમ SPએ જણાવ્યું હતું.

આગામી દિવસોમાં આવનારા હોળી અને ધુળેટી પર્વને લઈને શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે વલસાડ જિલ્લા ઇન્ચાર્જ SP વિજય કુમાર ગુર્જરની આગેવાનીમાં શહેરના મુખ્ય માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ ઇન્ચાર્જ SP, ઇન્ચાર્જ સીટી PI અને પોલીસ સ્ટાફ સહિત ઘોડે સવાર પોલીસ જવાનો સાથે DSP ઓફિસથી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગની શરૂઆત કરી હતી. શહેરમાં કલ્યાણબાગ સર્કલ, સ્ટેડિયમ રોડ, આઝાદ ચોક, સહિત શહેરના બજારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. મુખ્ય બજારમાં દુકાનદારોને દુકાન બહાર દબાણ ન કરવા અને ટ્રાફિકને નડતરરૂપ વાહનો પાર્ક ન કરવા દેવા જાગૃત કરવામાં આવ્યા હતા.

વલસાડના ઇન્ચાર્જ SPને સ્થાનિક લોકો દ્વારા વારંવાર ફોન કરીને ટ્રાફિક સમસ્યાની ફરિયાદો આવી હોવાનું જણાવ્યું હતુઁ. વલસાડ ઇન્ચાર્જ SPએ હોળી અને ધુળેટી પર્વને લઈને ટ્રાફિક ના નિયમોનું પાલન કરીને શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા જાગૃત કર્યા હતા. સાથે સ્થાનિક લોકોને હોળી અને ધુળેટી પર્વને લઈને ચેન સ્નેચિંગ અને પાકીટ સ્નેચિંગની ઘટનાઓ ન ઘટે તે અંગે જરૂરી તકેદારી રાખવા જાગૃત કર્યા હતા. સાથે હોળી અને ધુળેટી પર્વને લઈને જરૂરી પોલીસ બંદોબસ્ત ફાળવવામાં પણ આવશે તેમ ઇન્ચાર્જ SPએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...