તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Police Complaint That A Young Man From Pardi Was Beaten By A Person In Old Enmity, A Complaint That He Was Picked Up In A Car And Beaten

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારામારી:પારડીના યુવાનને જૂની અદાવતમાં એક શખ્સે માર મારતા પોલીસ ફરિયાદ, કારમાં ઉઠાવી જઈ માર માર્યો હોવાની ફરિયાદ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લાકડાના ફટકા વડે માર મારતા યુવકને સારવાર માટે ખસેડાયો

પારડી તાલુકાના આસ્મા ગામનો એક યુવાન મોપેડ લઈને રાત્રીના ગોઇમા ગામે જતો હતો જે દરમિયાન જૂની અદાવતને લઇ રોહિણા ગામ નજીક રસ્તામાં એક ઈસમે પોતાની કાર લઇને યુવાનની મોપેડને ટક્કર મારી યુવકને મોપેડ પરથી પછાડી નાખ્યો હતો. યુવકને કારમાં બેસાડી અજ્ઞાત જગ્યાએ લઇ જઈને આરોપીઓએ લાકડાના ફટકા તેમજ ઢીક્કા મુક્કીનો માર મારી પરત રોહીણા નજીક છોડી ગયો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાઅંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

પારડી તાલુકાના આસ્મા ગામના દેસાઈ ફળિયા ખાતે રહેતા દક્ષેશ ગુલાબભાઇ હળપતિ ઉ.વ. 20 ના ઓ બુધવારે રાત્રે તેની મોપેડ ન. GJ-15-DE-1317 લઇને ગોઇમા ગામે જઈ રહ્યો હતો. તે દરમ્યાન 10 વાગ્યાના સુમારે રોહીણા ગામ નજીક રસ્તામાં કાર્તિક રમેશભાઈ પટેલ રહે. આસ્મા ગામ કોળીવાળ નામના ઈસમ લાલ કલરની એક કાર ન. DD-03-E-0199ના ચાલકે જૂની અદાવતમાં દક્ષેશની મોપેડને પાછળથી ટક્કર મારી હતી. દક્ષેશ મોપેડ પરથી નીચે પટકાયો હતો અને કારમાં બેસાડી કાર્તિક પટેલ તેમની બહેન પ્રિયંકા રમેશભાઈ પટેલ પાસે લઇ ગયો હતો.

જ્યાં ભાઈ -બહેને દક્ષેશને લાકડાના ફટકા તેમજ ઢીક્કામુક્કીનો માર મારી પરત રહીણા નજીક રસ્તા પર છોડી ગયો હતો. દક્ષેશને ઇજાપહોંચતા સારવાર અર્થે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં માથામાં તથા શરીરે ઇજા પહોંચી હતી. ઘટના અંગે દક્ષેશની માટે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો