તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાખોનો દંડ:વલસાડમાં માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન પોલીસે 39 લાખનો દંડ વસૂલ્યો

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 706 વાહનચાલકો પાસેથી દંડ વસૂલાયો
  • ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે અભિયાન ચલાવાયું

વલસાડ પોલીસે માર્ગ સલામતી માસ અંતર્ગત કુલ 38.80 લાખનો દંડ વસૂલ્યો છે. વલસાડ જિલ્લામાં રોડ અકસ્માત ઘટાડવા અને લોકોમાં ટ્રાફિકના નિયમોની જાગૃતિ વધારવા માટે જીલ્લા ટ્રાફિક પોલીસ અને RTOના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી. "માર્ગ સલામતી માસ" હેઠળ મહિનામાં રોજ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આપવામાં આવી હતી.

માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન કુલ 706 વાહન ચાલકો પાસેથી 38.80 લાખનો દંડ વસૂલ્યો હતો. જેમાં RTO ખાતે 18.32 લાખ, કોર્ટ દંડ 22,000 સ્થળ દંડ 20.25 લાખ મળી કુલ 38.80 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. વાહન ચાલકોને ટ્રાફિક નિયમોની જાગૃતિ આપી પોલીસ વિભાગે રોડ અકસ્માત ઘટાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો