તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વલસાડના મેરેજ હોલમાં પોલીસ મહેમાન બની, ચેકિંગ કરતાં ફફડાટ

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેમાનોની સંખ્યા અને કોવિડ નિયમોની ચકાસણી કરાઇ

વલસાડના કસ્તુરબા હોસ્પિટલ રોડ ઉપર આવેલા એક મેરેજ હોલમાં સિટી પોલીસની ટીમ ચેકિંગ માટે પહોંચતા લગ્નના આયોજકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.પોલીસે મહેમાનોની સંખ્યા,કોવિડના નિયમો સહિતની સ્થિતિનો તાગ મેળવતાં સૌ એલર્ટ થઇ ગયા હતા.

જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા અને સંક્રમણને વધુ ફેલાતો રોકવા માટે કોવિડ-19ના નિયમોનું લગ્ન પ્રસંગોમાં કડકાઇથી પાલન કરાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ સૂચના આપી સતત ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે.જેના આધારે વલસાડ સિટી પોલીસના કો.રાજકુમાર કરૂણાશંકર અને પોલીસ ટીમ વલસાડના મધુ સ્મૃતિ મેરેજ હોલ ખાતે લેવાઇ રહેલા લગ્ન પ્રસંગમાં કોવિડ-19ના નિયમોનું પાલન થઇ રહ્યું છે કે કેમ તેની ચકાસણી કરવા પહોંચી હતી.

પોલીસે લગ્નના વરરાજા અને આયોજકોને કોવિડ ગાઇડલાઇનની સમજ આપી હતી.લગ્ન પ્રસંગોમાં વધુ ભીડ ન થાય તે માટે સોશ્યિલ ડિસ્ટેન્સિંગ,સેનેટરાઇઝિંગ અને ફરજિયાત માસ્ક પહેરવાના નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી થશે તેવી સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...