તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મના શુટિંગમાં અસલી પોલીસની એન્ટ્રી:વલસાડના વાપીના વલવાડામાં પરમિશન વિના જ ચાલતા ફિલ્મ શૂટિંગ પર પોલીસની કાર્યવાહી, શુટિંગ અટકાવ્યું

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પરમિશન લીધા વગર ભોજપુરી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા

વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલ વલવાડા ગામે સાઈ મંદિર અને ગામના અન્ય સ્થળો પર ભોજપુરી ફિલ્મના શૂટિંગ માટે આવેલ કલાકારો અને પ્રોડક્શન યુનિટના કાફલાએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી, પંચાયત અને પોલીસ ની પરમિશન વિના જ શૂટિંગ ચાલુ કરતા પોલીસે તમામ ફિલ્મ પ્રોડક્શનનો સામાન કબ્જે કરી તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ ઘટતા કેટલાક ટીવી સીરિયલના પ્રોડક્સન હાઉસ અને ફિલના પ્રોડક્સન હાઉસ દ્વારા વલસાડ જિલ્લાના કેટલાક લોકોશનો ઉપર સ્થાનિક પરવાનગી મેળવ્યા વિના શૂટિંગ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સ્થાનિક લોકોને કોરોનાના સંક્રમણની ચિંતાને લઈને ગામના આગેવાનો અને સરપંચે સ્થાનિક પોલીસની મદદ મેળવીને ફિલ્મ શૂટિંગ ઉપર રોક લગાવી છે.

જે ફિલ્મનુ શુટિંગ અટકાવવામા આવ્યું તે ભોજપુરી ફિલ્મ છે. અને તેમાં હીરો તરીકે જાણીતા કલાકાર ખેસારી લાલ અને હિરોઇન તરીકે મધુશર્મા લીડ રોલ માં છે. જો કે વલવાડામાં શૂટિંગ માટેની કોઈ જ પરમિશન ના હોય અને કોરોના ફેલાવાની દહેશત ને ધ્યાને રાખી પંચાયતે અને પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી ફિલ્મનું શૂટિંગ બંધ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...