PMના આગમનને લઇને તંત્રની તકેદારી:વડાપ્રધાનના કાર્યક્રમમાં વલસાડમાંથી 2 લાખ લોકોની જનમેદની ઉમટશે, સ્ટેજ પર હાજર રહેનારા તમામનો RTPCR ફરજિયાત

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યભરમાંથી 5 લાખથી વધુ BJPના કાર્યકરો-યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે
  • સભા મંડપમાં તમામ લોકોને યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી
  • જિલ્લામાંથી લાભાર્થીઓ-કાર્યકરોને કાર્યક્રમમાં લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરાઇ

વલસાડ જિલ્લાને અડીને આવેલા નવસારીના ચીખલી તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના સહિતના વિકાસના કામોના લોકાર્પણ પ્રસંગે હાજરી આપશે. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લામાંથી 2 લાખથી વધુ લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તે પ્રમાણેનું આયોજન વલસાડ જિલ્લા BJP દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં વધતા જતા કોરોનાના ગ્રાફને લઈને સંક્રમણ ન ફેલાય તે માટે પણ વહીવટી તંત્ર યથાર્થ પ્રયાસો કરી રહ્યું છે.

પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરીએ કાર્યક્રમ અંગે વિગતો આપી
પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરીએ કાર્યક્રમ અંગે વિગતો આપી

વડાપ્રધાનના આગમનના કાર્યક્રમ પૂર્વે વલસાડ જિલ્લાના કપરાડા કાર્યકરોને આમંત્રણ પાઠવવા પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વધેલાએ કાર્યકરોને સંબોધન કરીને વલસાડ જિલ્લાના કાર્યકરોને નવસારી પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સાથે કાર્યકરોને કોરોના મહામારીની ધ્યાને રાખે સાવચેતી રાખવા જાગૃત કરવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના પહાડી વિસ્તારમાં આદિવાસી લોકોને ઉનાળામાં પડતી પાણીની સમસ્યા નિવારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ડ્રિમ પ્રોજેક્ટ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા નલ સે જલ યોજના હેઠળ 175 ગામમાં સ્થાનિક લોકોને પાણી પહોંચાડવાની વિકાસલક્ષી યોજના સહિત અનેક યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.

સમગ્ર કાર્યક્રમ અંગે રાજ્ય પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરીએ વિગતો આપતાં કહ્યું હતું કે વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ન વધે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સભા મંડપમાં તમામ લોકોને યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે. સાથે વડાપ્રધાન સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેનાર તમામ મંત્રીઓ લાભાર્થીઓ અને BJPના કાર્યકરોએ 48 કલાક પહેલાનો RTPCR ટેસ્ટનો રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

રાજ્યભરમાંથી 5 લાખથી વધુ BJPના કાર્યકરો તેમજ યોજનાના લાભાર્થીઓ ખાસ ઉપસ્થિત રહેશે. વલસાડ જિલ્લામાંથી ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી અને વલસાડ જિલ્લાના મળી કુલ 2 લાખથી વધુ લાભાર્થીઓ અને કાર્યકરોને નવસારીના PMના કાર્યક્રમમાં લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...