તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Pickup Tempo Divider Jumps Near Gundlao In Valsad, Collides With Scorpio, Two Killed, Indian Navy Coins Found Passport Found

ગમખ્વાર અકસ્માત:વલસાડના ગુંદલાવ નજીક પિકઅપ ટેમ્પો ડિવાઇડર કૂદી સ્કોર્પિયો સાથે અથડાઈ, બેના મોત, ઇન્ડિયન નેવીના સિક્કા મારેલો પાસપોર્ટ મળ્યો

વલસાડ3 મહિનો પહેલા
  • અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો
  • સ્કોર્પિયોનો કચ્ચરઘાણ વળી ગયો

વલસાડના ગુંદલાવ નજીક અમદાવાદ- મુંબઇ નેશનલ હાઇવે પર પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. સ્કોર્પિયોમાંથી ઇન્ડિયન નેવીના સિક્કા મારેલો પાસપોર્ટ મળી આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે પોલીસે સ્થળ પર પહોંચીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડ જિલ્લાના ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર સુરત તરફથી પૂરઝડપે આવી રહેલા એક ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો હાઇવેના ડિવાઇડર સાથે ટકરાઈ ડિવાઇડર કુદાવી ટેમ્પો અન્ય લેનમાં ફંગોળાયો હતો. એ વખતે જ મુંબઈ તરફથી સુરત તરફ આવી રહેલા એક સ્કોર્પિયો ગાડીને ટેમ્પો ટકરાયો હતો. જેના કારણે બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ઘટનામાં ટેમ્પો અને સ્કોર્પિયોના ચાલક બંનેના મોત નિપજયા હતા.

આધાર કાર્ડ અને પાસપોર્ટ મળી આવ્યા
ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પ્રાથમિક તપાસમાં ટેમ્પોમાંથી વીરજી ઠુંમરનું આધારકાર્ડ મળી આવ્યું હતું, જ્યારે સ્કોર્પિયોમાંથી રામકુમાર ચૌહાણ નામના વ્યક્તિના આધાર કાર્ડ અને પાસપોર્ટ મળી આવ્યા હતા.

પાસપોર્ટમાં ઇન્ડિયન નેવીના સિક્કા
પાસપોર્ટમાં ઇન્ડિયન નેવીના સિક્કા લગાવેલા હતા. આથી સ્કોર્પિયો ચાલક કોઈ વહાણમાં કામ કરતા હોવાનું મનાઈ રહ્યું છે. આથી પોલીસે બંને વ્યક્તિઓની સાચી ઓળખ અને તેમના પરિવારજનોને જાણ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બન્ને મૃતદેહોનો કબજો લઇ તેમના પોસ્ટમોર્ટમ કરવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. સ્કોર્પિયો કારમાંથી બાળકોની કલર ચોપડીઓ મળી આવી હતી. તે તેના બાળકો માટે ચોપડી લઈ જઈ રહ્યા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે.