ઘર આંગણે સુવિધા:દરેક તાલુકા મથકે PHCમાં હેલ્થ મેળામાં લોકોને આયુષ્યમાન-હેલ્થ યુનિક આઇડી કાર્ડ મળશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગનો 18 થી 22 એપ્રિલ સુધી મેળો

વલસાડ જિલ્લામાં વિવિ‌ધ મેળાઓ દ્વારા લોકોને ઘરઆંગણે નવી સુવિધાઓ આપવાના સરકારના આદેશના પગલે જિલ્લાના તાલુકાઓમાં પીએચસી કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ 18 થી 22 એપ્રિલ વચ્ચે બ્લોક લેવલ હેલ્થ મેળા શરૂ કરી રહ્યું છે.જેમાં લોકો માટે ખુબ જ જરૂરી આયુષ્યમાન કાર્ડ,યુનિક હેલ્થ કાર્ડ અને રોગોનું નિદાન તથા લેબોરેટરી ટેસ્ટ વિના મૂલ્યે કરી આપવાનું આયોજન કરાયું છે.

આઝાદીના અમૃત મહોત્સવ વચ્ચે આ બ્લોક લેવલ હેલ્થ મેળા યોજવાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં 18 થી 22 એપ્રિલ 2022 દરમિયાન બ્લોક લેવલ હેલ્થ મેળાનું આયોજન કરાયું છે. આ મેળાનો સંબંધિત વિસ્તારના પ્રજાજનોને લાભ લેવા સી઼ડીએચઓ ડો.અનિલ પટેલે જણાવ્યું હતું.

ક્યા હેલ્થ મેળા યોજાશે

પારડીસામુહિક આરોગ્ય કેન્દ્ર18 એપ્રિલ
વાપીઆરોગ્ય કેન્દ્ર,છીરી18 એપ્રિલ
ધરમપુરઆરોગ્ય કન્દ્ર,સિદુમ્બર19 એપ્રિલ
વલસાડઅટગામ,સામુહિક આરોગ્ય કેન્દ્ર21 એપ્રિલ
ઉમરગામધોડીપાડા,સાંસ્કૃતિક હોલ22 એપ્રિલ
કપરાડામાંડવા,પ્રા.આરોગ્ય કેન્દ્ર22 એપ્રિલ

​​​​​​​મેળામાં આ તબીબી તપાસ કરાશે
આ હેલ્થ મેળામાં હેલ્થ યુનિક આઇડી બનાવવા, આંખની તપાસ, ચેપી અને બીન ચેપી રોગોનું નિદાન અને સારવાર તેમજ સ્ક્રીનિંગ કરી જરૂર જણાયે લેબોરેટરી ટેસ્ટ પણ કરવામાં આવશે. > ડો.અનિલ પટેલ, સીડીએચઓ

અન્ય સમાચારો પણ છે...