તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરવી વાસ્તવિકતા:વલસાડના દહીંખેડાનાં 500થી વધુ લોકો વેરીનું ગંદુ પાણી પીવા મજબૂર, મહિલાઓ પાણીનું એક બેડું ભરવા ડુંગરાઓ ચડે છે

વલસાડ22 દિવસ પહેલા
 • 500થી વધુ લોકોને નથી મળતું પીવાનું પાણી
 • સરકારી બાબુઓ કરી રહ્યાં છે આંખ આડા કાન

એક તરફ જ્યાં ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવાની વાતો સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તો બીજી તરફ ગુજરાતના હજી અનેક વિસ્તારો અને ગામો એવા છે જ્યાં પીવાના પાણીના એક બેડાં માટે મહિલાઓએ અનેક પરિશ્રમો કરવા પડી રહ્યાં છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીંખેડા ગામના 500થી વધુ લોકો વેરીનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. આ પરિવારની મહિલાઓ હાથમાં બેડું કે પછી ઘરના જે કંઇપણ વાસણો હોય તે લઇને ડુંગરાઓ ચડીને પથરાળ વિસ્તારમાં પાણી ભરવા માટે પહોંચે છે. ત્યારે આ વિસ્તારમાં બોરવેલ કે કૂવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માગ ગ્રામજનો કરી રહ્યાં છે.

પીવાના પાણા માટે લોકો મારી રહ્યાં છે વલખાં
હજુ તો ઉનાળાની શરુઆત પણ નથી થઇ તો પણ પાણીની તંગી વર્તાઇ રહી છે. વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો ગુજરાતનો ચેરાપૂંજી તરીકે ઓળખાતો તાલુકો કહેવાય છે. જ્યાં ચોમાસાની સિઝનમાં 125 ઈંચથી વધુ વરસાદ પડે છે. છતાંય કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો આવી રહ્યો છે.

મહિલાઓ અને બાળકો વેરીમાંથી ખોબે-ખોબે પાણી ભરે છે
દહીંખેડ ગામના આમરૂન ફળિયાના લોકો નજીકમાં આવેલી વેરીમાંથી ગંદુ અને ડોહોળું પાણી પીવા મજબૂર બન્યા છે. જે વેરીમાંથી પશુ-પક્ષી પાણી પીવે છે, તે વેરીમાંથી ગંદુ પાણી ભરવા પણ મહિલાઓ અને બાળકો પહોંચે છે. વેરીમાંથી પાણી ભરવા માટે મહિલાઓ અને બાળકો ઘરમાં જે કંઇપણ વાસણ હોય તે વાસણ લઇને વેરી પાસે પહોંચી છે. વેરીમાંથી ખોબે ખોબે પાણી ભરે છે ક્યારેક એવું પણ બને છેકે, મહિલાઓ અને બાળકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે, ત્યારે તેમને એક બેડું પાણી મળી રહે છે.

બોરવેલ કે કૂવાની સુવિધા કરવામાં આવે
સ્થાનિક રહેવાસીએ આ અંગે જણાવ્યું હતું કે, અમે વેરીમાંથી પીવાનું પાણી, ન્હાવાનું કે અન્ય વપરાશનું પાણી ભરીએ છીએ. પાણી ડ્હોળું હોય છે. પરંતુ અહીં કોઇ બોર કે કૂવો ન હોવાથી વેરીમાંથી પાણી ભરવું પડી રહ્યું છે. અમારી સરકારને અરજ છેકે અમને બોરવેલ કે કૂવાની સુવિધા આપવામાં આવે જેથી અમે વેરીમાંથી ડ્હોળું પાણી પીવા મજબૂર ન બનીએ.

પ્રધાનમંત્રીની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના ગોકળ ગાયની માફક ધીમીગતિએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કપરાડા તાલુકામાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના માટે 586 કરોડ રૂપિયાની રકમ મંજુર કરી છે, પરંતુ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનની કામગીરી ગોકળ ગાયની માફક ધીમીગતિએ ચાલી રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં આ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના થકી કપરાડા તાલુકાના અંતરિયાળ ગામડાઓના લોકોને પીવાનું પાણી મળશે કે નહીં તે પણ એક સવાલ લોકોના મનમાં ખૂંચી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો