• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • People Around Jitu Chaudhary Asked Questions During Election Campaign In Chavshala Village Of Kaprada, Alleged To Have Appeared After 5 Years

ભાજપના ઉમેદવારનો ઘેરાવ:કપરાડાના ચાવશાળા ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જીતુ ચૌધરીને ઘેરી લોકોએ સવાલો કર્યા,5 વર્ષ બાદ દેખાયા હોવાનો આક્ષેપ

વલસાડ9 દિવસ પહેલા

વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. કપરાડા વિસ્તારના ચાવશાળા વિસ્તારમાં સ્થાનિક લોકોએ જીતુ ચૌધરીને ઘેરી સ્થાનિક ભાષામાં રોષ ઠાલવ્યો હતો. ચૂંટણી જીતી ગયા બાદ દર્શન નથી આપતા તેમ જણાવ્યું હતું. ગઈ ચૂંટણી બાદ આજે છે ચૂંટણી પ્રચાર માટે દેખાઈ રહ્યો છે. અમારા સ્થાનિક પ્રશ્નો અમારે કહેવા કોને કોની પાસે અમારે રજુઆત કરવી તેમ જણાવી સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લામાં રાજકારણ ગરમાયુ હતું.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેરાત થતા રાજ્યમાં રાજકીય માહોલ જામ્યો છે. જેને લઈને વલસાડ જિલ્લામાં પણ રાજકીય માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક ઉપર રાજ્ય પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી કપરાડા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ગતરાત્રિએ વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ગતરાત્રીએ કપરાડા તાલુકાના ચાવશાળા ગામમાં સ્થાનિક લોકોએ તેમના પડતર પ્રશ્નોને લઈને જીતુભાઇ ચૌધરીનો વિરોધ નોંધાવ્યો હતો. જીતુભાઇ ચૌધરીને સ્થાનિક લોકોએ ગત ચૂંટણીમાં આવ્યા બાદ સ્થાનિક વિસ્તારોમાં દેખાતા ન હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ જીતુભાઇ ચૌધરી સામે સ્થાનિક ભાષામાં વિરોધ નોંધાવ્યો હતો. જીતુભાઇ ચૉધરીએ સ્થાનિક લોકોને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં રાજકારણ ગરમાયુ છે.

અન્ય સમાચારો પણ છે...