લોકોને રાહત:વલસાડમાંં દિવાળી પૂર્વે ખખડધજ રસ્તા નવા બનાવવાનું શરૂ થતાં લોકોને રાહત

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દ્વારા ગ્રાન્ટ મંજૂરી બાદ પ્રથમ રસ્તાના કામોને પ્રાધાન્ય

ચાલૂ વર્ષે વલસાડમાં ભારે વરસાદ અને 5 જેટલી રેલના કારણે રસ્તાઓનું ધોવાણ થતાં રાજ્ય સરકારમાં નવા રસ્તા માટે કરેલી દરખાસ્તના પગલે મંજૂર થયેલી ગ્રાન્ટના કામો દિવાળી પૂર્વ શરૂ કરી દેતાં લોકોને ભંગાર રસ્તાઓથી છુટકારો મળી રહ્યો છે.વોર્ડ નં.1,6 અને 7નો જોડતો આઝાદચોકથી જળદેવી મંદિર જતા પ્રથમ રસ્તાના નવિનીકરણ સાથે તબક્કાવાર નવા રસ્તાના કામો હાથ ધરાતા લોકોને રાહત મળશે.

રાજ્ય સરકારે ચોમાસામાં જર્જરિત રસ્તાઓ માટે પેેકેજ જાહેર કરી કેટેગરી વાઇઝ તમામ નગરપાલિકાઓને ગ્રાન્ટો ફાળવી હતી.જે પૈકી એ વર્ગ ધરાવતી વલસાડ પાલિકાને રૂ.1 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.વલસાડ શહેરમાં ઔરંગાના ઉપરવાસના ભારે વરસાદથી ઉપરાછાપરી પૂર આવતાં નીચાણવાળા વિસ્તારોમાં પણ રસ્તાઓને નુકસાન થયું હતું.આ તમામ પરિસ્થિતિ વચ્ચે વલસાડ પાલિકા પ્રમુખ કિન્નરીબેન અમિષ પટેલ અને ચીફ ઓફિસર સંજય સોની તથા શાસકોના પ્રયાસોથી રસ્તાના કામોની શરૂઆત અઝાદ ચોકથી નાનાતાઇવાડ,જળદેવી મંદિર રોડ પર વિશાળ ખાડાઓની ભરમાર ધરાવતા મુખ્ય માર્ગનું નવિનીકરણ કામ હાથ ધરાતાં હજારો વાહનચાલકોને રાહત મળી છે.આ વિ્સતારોમાં 6 હોસ્પિટલમાં જતી એમ્બ્યુલન્સના ચાલકો અને દર્દીઓને પણ ખખડધજ રસ્તાથી મુક્તિ મળી છે.દિવાળી પૂર્વે તમામ રસ્તાઓની કામો હાથ ધરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...