હાલાકી દૂર:વલસાડ અબ્રામા પોલીસ હેડક્વોર્ટર સુધી ડામર રોડની નવી સુવિધાથી લોકોમાં ખુશી

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અબ્રામા ઝોનના લોકોની મુશ્કેલી નિવારવા કામ હાથ ધરાયું

વલસાડ નગપાલિકા દ્વારા વોર્ડ નં.11માં અબ્રામા ઝોનથી પોલીસ હેડ ક્વોર્ટર સુધીનો નવો ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરાતાં સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.લાંબા સમયથી રોડ બિસ્માર થતાં હાલાકી ઉઠી હતી. પાલિકા દ્વારા અબ્રામા ઝોનના નાગરિકો માટે અત્યંત મહત્વના ગણાતા પોલીસ હેડ ક્વોર્ટર સુધીના રસ્તાની સ્થિતિ ખરાબ થઇ જતાં નાગરિકોને અને સરકારી કર્મચારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.જેના પગલે સ્થાનિક કાઉન્સિલર ઝાકીર પઠાણે ચીફ ઓફિસર,પ્રમુખ અને સામાન્ય સભામાં પણ આ મુદ્દો રજૂ કરી સ્થાનિક લોકોને ન્યાય મળે અને ડામર રોડ બનાવવા માટે રજૂઆતો કરી હતી.

આ રોડની કામગીરી માટે સભ્ય ઝાકિર પઠાણે સ્થળ ઉપર રસ્તા અંગે કામદારોને જરૂરી નિર્દશો સાથે વિગતો આપી હતી. હાથ ધરવામાં આવી છે.જેને લઇ અબ્રામા ઝોનનાં લોકોમાં ભારે આનંદની લાગણી છવાઇ ગઇ છે.વલસાડ નગરપાલિકાના શાસકો દ્વારા આ રોડ માટેની પૂર્વ પ્રક્રિયાઓ સંપન્ન કરવામાં આવી હતી.જેના અંતે રોડની કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોની અવરજવરનો મોટો પ્રશ્ન હલ થવાની ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...