તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વલસાડમાં માસ્ક ચેકીંગમાં 39 ચાલકો સામે દંડની કાર્યવાહી

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના હજુ ગયો નથી છતાં લોકો બેપરવાહ
 • પોલીસે અત્યાર સુધીમાં મોટી રકમ વસૂલી

વલસાડ સીટી પોલીસે લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે માસ્ક ચેકીંગ હતબ ધર્યું હતું. યોગ્ય રીતે ફેસ માસ્ક પહેર્યા વગર વાહન ચલાવતા 39 જેટલા વાહન ચાલકો પાસે નિયમ મુજબ દંડ વસૂલી વાહન ચાલકોને યોગ્ય રીતે માસ્ક પહેરવા સમજ આપી હતી.વલસાડ શહેરના લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે શહેરના મુખ્ય માર્ગો ઉપર માસ્ક ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં શાકભાજી માર્કેટ, એસટી ડેપો, એમજી રોડ, તિથલ રોડ, તિથલ અબે ધરમપુર ચોકડી સહિતના વિસ્તારમાં સીટી પોલીસે માસ્ક ચેકીંગ હાથ ધર્યું હતું. અલગ અલગ વિસ્તારમાં માસ્ક ચેકીંગ ચેકીંગ સાથે લોકોમાં યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરવા જાગૃતિ પણ આપવામાં આવી હતી.

યોગ્ય રીતે ફેસ માસ્ક પહેર્યા વગર વાહન ચકલાવતા 39થી વધુ વાહન ચાલકોને પોલીસે આપી હતી. વાહન ચાલકો સામે નિયમ મુજબ દંડ વસુલવામાં આવ્યો હતો.જિલ્લામાં હજુ પણ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 20થી વધુ છે અને સરેરાશ રોજના 5થી વધુ કેસો આવી રહ્યા હોવા છતાં લોકો જાણે કોરોના નાબૂદ થયો હોય તેમ બેફિકરાઈથી માસ્ક વિના ફરી રહ્યા છે. પોલીસે ફરી એક વખત કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો