રસ્તો ક્રોસ કરવા જતાં મોત મળ્યું:વલસાડ-ગુંદલાવ હાઇવે ઉપર રસ્તો ક્રોસ કરતા રાહદારીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા રાહદારીનું કમકમાટી ભર્યું મોત

વલસાડ10 દિવસ પહેલા
  • અજાણ્યો વાહન ચાલક રાહદારીને અડફેટે લઈ ફરાર થયો
  • રૂરલ પોલીસે FIR નોંધી ખાનગી CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી

વલસાડના ગુંદલાવ હાઇવે ઉપર રોડ ક્રોસ કરતા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં રાહદારીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ રૂરલ પોલીસની ટીમને થતા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડના ગુંદલાવ ખાતે રહેતા ગોવિંદભાઇ એસ પટેલ ઉત્તરાયણ પર્વની આગલી રાત્રીએ ગુંદલાવ હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. જે દરમ્યાન સુરત-મુંબઈ રોડ ઉપર પુરપાટ ઝડપે દોડી રહેલા અજાણ્યા વાહનચાલકે રાહદારી ગોવિદભાઈને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક 108ની ટીમ અને રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી.

વલસાડ રૂરલ પોલીસે ખાનગી સાગર પટેલની એમ્બ્યુલન્સની મદદ લઈને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટના અંગે ગુંદલાવ ગામના સરપંચ નીતિન પટેલે રૂરલ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ FIR નોંધાવી હતી. પોલીસે FIR નોંધી ખાનગી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...