કોરોના સંક્રમણ વધતા તંત્ર એલર્ટ:વલસાડ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને બુસ્ટર ડોઝ મુકાવી લેવા PDEOનો આદેશ

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપરાડાની જવાહર નવોદય વિદ્યાલયમાં 17 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણના સામે આવ્યાં હતા

વલસાડ જિલ્લામાં શાળાઓ શરૂ થાય બાદ ફરી કોરોના સંક્રમણ વધતા વિદ્યાર્થીઓની તકેદારીના ભાગ રૂપે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને બુસ્ટર ડોઝ મુકાવી લેવા અપીલ કરવામાં આવી છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી PDEOએ આદેશ કર્યો છે.

આરોગ્ય વિભાગે બેઠક કરી એક્શન પ્લાન તૈયાર કર્યો
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે કુલ 17 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જાહેર થયા હતા. જેને લઈને જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગ સાથે બેઠક કરીને એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. ત્યારે જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને શાળામાં આવતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને નજીકના રસીકરણ કેન્દ્રો ઉપર જઈને બુસ્ટર ડોઝ મુકાવી લેવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...