વલસાડ સહિત આજુબાજુના 7 જિલ્લાઓની પતંજલિ યોગ સમિતિના યોગ શિક્ષિકાઓનું સન્માન કરવામાં અવયજ હતું. વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગ રૂપે 7 જિલ્લાઓની 130થી વધુ યોગ્ય શિક્ષિકાઓનું સન્માન કરવા આવ્યું હતું. લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે અને મહિલા યોગ શિક્ષિકાને પ્રોત્સાહિત કરવા માટે મહિલાઓના સન્માનનો કાર્યક્રમ પતંજલિ યોગપીઠ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતો. વલસાડ નવસારી, સુરત, ડાંગ, વ્યારા, દમણ અને સેલવાસની મહિલા યોગ શિક્ષિકાઓનું મહિલા દિન નિમિત્તે પતંજલિ યોગ સમિતિ દ્વારા સર્ટિફિકેટ અને ટ્રોફી આપી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.
વલસાડ ધરમપુર ચોકડી પાસે સૌરાષ્ટ્ર પાટીદાર હોલ ખાતે પતંજલિ યોગ સમિતિ દ્વારા મહિલા દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વલસાડ સહિત આજુબાજુના સાત જિલ્લાઓના મહિલા યોગ શિક્ષિકાનું સન્માન કરવામાં આવ્યું હતું. યોગનો પ્રચાર, પ્રસાર વધે તેમજ, યોગ કરી વલસાડ જિલ્લા સહિત દેશના તમામ લોકો તંદુરસ્ત રહે તે માટે, પતંજલિ યોગપીઠ હરિદ્વાર ના ઉપક્રમે પતંજલિ યોગ સમિતિની યોગ શિક્ષિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વલસાડ, સુરત, નવસારી, ડાંગ, આહવા, દમણ, અને સેલવાસ જિલ્લાની કુલ 130 થી વધુ યોગ શિક્ષિકાઓનું સન્માન મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. જેમાં પતંજલિ યોગ સમિતિના દક્ષિણ ગુજરાતના પ્રભારી તનુજા આર્યજી અને વલસાડ જિલ્લા મહિલા પ્રભારી પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ નારી શક્તિના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હેલ્થ મિનિસ્ટ્રી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સભ્ય ભૈરવીબેન જોશી, ઉડાન વીંગ્સ ઓફ ટેલેન્ટના પ્રમુખ જાનકી ત્રિવેદી, ઉત્કર્ષ મહિલા એસોસિએશનના પ્રમુખ વૈશાલીબેન પ્રજાપતિ સહિત અગ્રણીઓના હસ્તે પતંજલિ યોગ સમિતિની યોગશિક્ષિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.