તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:ધરમપુરની સગીરાના બળજબરીથી લગ્ન દૂષ્કર્મ કેસમાં પાટણના યુવકના જામીન રદ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મહિલાએ સગીરાને ઉ. ગુજરાત ભગાડી જઇ બળજબરીથી લગ્ન કરાવ્યા હતા

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની એક 16 વર્ષીય સગીરાને ભોળવીને સ્થાનિક બે મહિલા અને એક યુવાનની મીલીભગતમાં ઉત્તર ગુજરાતના વિવિધ ગામોમાં લઇ જઇ એક યુવાન સાથે બળજબરીથી લગ્ન કરાવી દઇ દૂષ્કર્મ આચરવાના કેસના આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

ધરમપુર તાલુકાની એક 16 વર્ષીય સગીરાને ગામના સુનિલ નામના યુવાન સાથે ઓળખાણ થતાં તેના મિત્ર લાલુ સાથે પરિચય થતા તેણે લગ્ન કરવાનું કહેતા સગીરા તેના ઘરે જતી હતી.આ સગીરાને દક્ષા અને શાંતિદીદી નામની મહિલાઓએ લાલચ આપી ભગાડવા પ્રેરિત કરી પાટણના યુવાન સાથે બળજબરીથી લગ્ન કરાવી દીધા હતા.જેને લઇ તેણી ઉપર 3 દિવસ સુધી દૂષ્કર્મ આચરાયુંહતું.સગીરાએ દક્ષા નામની મહિલાને ફોન કરતા હકીકત કહેતા દક્ષાએ સગીરાને કહ્યું કે,હોળી ઉપર ઘરે જવાની છું તેમ કહીને આવતી રહેજે.

આ વાત કલ્યાણને કહેતા સગીરાને બેચરાજી મૂકી ગયો હતો જ્યાં દક્ષા અને શાંતિદીદી નામની મહિલાઓએ સગીરાને સુરત 1 દિવસ રાખી વલસાડ લઇ આવી રૂ.400 આપીને પરત સુરત રવાના થઇ ગઇ હતી.આ સમગ્ર ચોંકાવનારી હકીકત અંગે સગીરાના 12 માર્ચ 2017ના રોજ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરા સાથે બળજબરીથી લગ્ન કરી દૂષ્કર્મ આચરનાર કલ્યાણ ઉર્ફ કડવો મફાજી ઠાકોર,રહે.દેલગામ,તા.ચણાસમા, જિ.પાટણનાની ધરપકડ કરી હતી.આરોપીએ વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી 1 સપ્ટેમ્બર 2021ના રોજ સ્પે.જજ એમ.આર.શાહે જામીન અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...