ઉધના રેલવે યાર્ડ રિમોડેલિંગ કામગીરીના કારણે નોન ઇન્ટરલોકિંગ કામોને લઇ 5 માર્ચ રવિવાર અને સોમવાર 6 માર્ચ સુધી પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ,અમદાવાદ મુંબઇ અને સુરત નંદરબાર,જલગાંવ સહિત અ્ન્ય હિન્દી ભાષી રાજ્યોમાં જતી આવતી લાંબા અને ટૂંકા અંતરની એક્સપ્રેસ,સુપરફાસ્ટ તથા મેમુ ટ્રેનો સહિત 41 ટ્રેન નિરસ્ત રદ કરવામાં આવી છે.જ્યારે 20 ટ્રેનને આંશિક રીતે રદ કરાશે તથા શોર્ટ ટર્મિનેટ કરી દેવાશે.આ સાથે અન્ય રાજ્યોમાં જતી આવતી લાંબા અંતરની સુપરફાસ્ટ,એક્સપ્રેસ જેવી 30 ટ્રેનના ડાયવર્ટ કરવામાં આવનાર છે.
આ મોટી ગામગીરીના કારણે લેવામાં આવનાર બ્લોકને લઇ લાખો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.વલસાડ, સુરત, ઉધના , મુંબઇ અમદાવાદ વચ્ચે લાખો મુસાફરોની હેરાફેરી થાય છે.જો કે ઉધના રેલવે યાર્ડના રિમોડેલિંગ કામો શરૂ થવાના કારણે પશ્ચિમરેલવે દ્વારા અનેક ટ્રેનોને સોમવાર 6 માર્ચ સુધી રદ કરવામાં આવી છે.5 અને 6 માર્ચથી ઉધના ખાતેના મેગા બ્લોકના કારણે આ ટ્રેનોના મુસાફરોને અન્ય માધ્યમોથી આવજા કરવી પડશે. વધુ વિગતો મેળવવા મુસાફરોએ રેલવે સ્ટેશનેપહોંચી આ બ્લોક અંગે માહિતી માટે સંપર્ક કરવો પડશે.
5 માર્ચે ઉધના મેગલુરૂ ટ્રેન વલસાડથી પ્રારંભ
ઉધના રેલવે યાર્ડના રિમોડેલિંગ કામના કારણે બ્લોકને લઇ ઉધના રેલવે સ્ટેશનેથી 5 માર્ચે ઉધના-મેગ્લુરૂ ટ્રેન ઉધના સ્ટેશનના બદલે વલસાડ રેલવે સ્ટેશનથી પ્રારંભ કરાશે.જેને લઇ મુસાફરોએ વલસાડથી આ ટ્રેન પકડવી પડશે.જ્યારે ઉધનામાં રોકાનારી તમામ ટ્રેન પ્લેટફોર્મ વિનાના ડાઉન મેઇન લાઇન પર આવશે.
આ 41 ટ્રેનો રદ કરાઇ
{5 માર્ચે રદ થયેલી ટ્રેન : -વલસાડ-વડોદરા સ્પેશ્યિલ,બાંદ્રા ટર્મિનસ સુરત ઇન્ટરસિટી,મુંબઇ-કર્ણ ાવતી,દહાણું-વડોદરા એક્સપ્રેસ,નાગપુર-અમદ ાવાદ,મુંબઇ સેન્ટ્રલ સુરત ફલાઇંગ રાણી,બોરીવલી-નંદરબાર એક્સ.મુંબઇ સેન્ટ્રલ ભુસાવલ સ્પે.બોરીવલી-અમદાવાદ એક્સ.સંજાણ-સૂરત મેમુ, વલસાડ સુરત મેમુ સ્પે., ઉમરગામ-વલસાડ મેમુ,સુરત ભરૂચ મેમુ, સુરત અમરાવતી, સુરત ભુસાવલ, અમદાવાદ-નાગપુ ર પ્રેરણા એક્સ. {6 માર્ચે રદ થનારી ટ્રેન : -બાંદ્રા-ભાવનગર, બાં દ્રા- જામનગર હમસફર, બાંદ્રા–અજમેર સ્પે.ભુસાવલ-કટની, અમર ાવતી-સુરત, નંદરબાર-બો રીવલી, ભુસાવલ મુંબઇ, સુરત-નકહા જંગલ પાર્સલ { 7-8 માર્ચે રદ થનારી ટ્રેન : -7 માર્ચે કટની ભુસાવલ, 8 માર્ચે ભુસાવલ-સુરત એક્સપ્રેસ, 8 માર્ચે નકહા-જંગલ-સુરત પાર્સલ સ્પે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.