તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેરંગ ધુળેટી:વલસાડના પ્રવાસન સ્થળો પર ધુળેટીની ઉજવણી કરવા પહોંચેલા સહેલાણીઓ નિરાશ થઈ પરત ફર્યા

વલસાડએક મહિનો પહેલા
 • ભીડ એકઠી થવાની આશંકાના પગલે પહેલા જ પ્રતિબંધ મુકાયો હતો

વલસાડ જિલ્લામાં ધુળેટીના ઉજવણીના પર્વ પર મોટી સંખ્યામાં લોકો વિવિધ બીચ પર પહોંચી જતા હોય છે. પરંતુ, આ વર્ષે કોરોના મહામારીના પગલે જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો પર સહેલાણીઓ માટે પ્રતિબંધ જાહેર કરવામા આવ્યો હતો. જેના કારણે જિલ્લાના તિથલ સહિતના બીચ આજે સૂમસામ જોવા મળ્યા હતા.

વલસાડ જિલ્લાના અડીને આવેલા મહારાષ્ટ્ર અને ગુજરાતના મહા નગરોમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો ઉપર શનિ રવિ અને જાહેર રજાના દિવસોમાં તિથલ બીચ સહિત જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેને લઈને તિથલ બીચ ઉપર ધુળેટીના પર્વની ઉજવણી કરવા આવતા સહેલાણીઓમાં નિરાશા છવાઈ ગઈ હતી.

જીલ્લા કલેક્ટરની સુચનાને લઈને તિથલ સહિત તમામ પ્રવાસન સ્થળો ઉપર ધુળેટીના પર્વ નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. તિથલ બીચ અને પ્રવાસન સ્થળોએ પોલીસ જવાનોએ લોકોને તિથલ બીચ અને દરિયા કિનારે સહેલાણીઓને જતા અટકાવ્યા હતા. તિથલ બીચ પર સહેલાણીઓને જતા અટકાવતા સહેલાણીઓ નિરાશા છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો