વલસાડ તાલુકાના ડુંગરી ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા દોઢ માસથી નવી પાસ બુક ખલાસ થઈ જતા નવા અને જૂના ખાતેદારોને લાંબા સમયથી પોસ્ટ કચરી ધક્કા ખાવાની નોબત આવી છે. વલસાડ નજીક ડુંગરી ગામે પોસ્ટ ઓફિસમાં આસપાસના દસેક ગામોના ગ્રાહકો વિવિધ કામો માટે અવરજવર કરે છે.ડુંગરી ગામના મોટી સંખ્યાના ખાતેદારો માટે ગામની પોસ્ટ ઓફીસ ખૂબ ઉપયોગી હોવા છતાં છેલ્લા દોઢ માસથી પાસબુક પુરી થઈ ગઈ છે.જેના માટે ગ્રાહકોમાં ફરિયાદ ઉઠી છે.આના કારણે જુના ગ્રાહકોની પુરી થઈ ગયેલ જુની પાસબુકના બદલે નવી પાસબુક મળતી નથી.
પરિણામે પોસ્ટ ઓફિસમાં નાણાં વ્યવહારની એન્ટ્રી પાડવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે.ઉપરાંત નવા ખાતેદારો માટે પણ પાસબુક ઉપલબ્ધ નથી.જેને લઈ જુના ખાતેદારો અને નવા ખાતેદારોને છેલ્લા દોઢ માસથી પોસ્ટ ઓફિસની કચેરીમાં ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.ડુંગરી આસપાસના ગામો માટે પણ ઉપયોગી આ પોસ્ટ ઓફિસમાં સર્જાયેલી આ સમસ્યાને ઉકેલવા ખાતેદારો તેમજ ડુંગરી નજીક શંકરતળાવ ગામના આગેવાન અને પૂર્વ સરપંચ રાકેશ પટેલે માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.