ઓકિસજનનું હબ / ચારેબાજુ હરિયાળીથી ઘેરાયેલો પારનેરા ડુંગર

Parnera Dungar surrounded by greenery
X
Parnera Dungar surrounded by greenery

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વલસાડ. જિલ્લામાં આવેલ પારનેરા ડુંગરની ચારેબાજુ હરિયાળી ગીચ વન્ય વિસ્તાર કુલ 139 હેકટરમાં પથરાયેલો છે. જેમાં કુલ 70હજારથી વઘુની સંખ્યામાં વૃક્ષો આવેલા છે. તેમાં કુલ 200થી વઘુ પ્રકારનાં વૃક્ષો આવ્યા છે. પારનેરા ડુંગરની ચારેતરફ વન્ય વિસ્તારમાં કુલ 25પ્રકારનાં વૃક્ષો ઔષધિ અને ફળનાં આવ્યા છે. તેમજ 10થી વઘુ પ્રકારનાં વેલાઓ આવેલ છે. તેમાં ખાસ કરી ચણોટી,કવચ અને ગલબેલ ત્રણ પ્રકારની વેલા સૌથી વધુ હોવાનું વન્ય વિભાગનાં આરએફઓ પ્રતિભાબેન પટેલે જણાવ્યું હતું. પારનેરા ડુંગરની ચારેબાજુનો વન્ય વિસ્તાર હાલમાં માત્ર હરિયાળી હરિયાળી જ જોવા મળી રહી છે. તેનાં કારણે સમગ્ર વલસાડ જિલ્લામાં ઓકિસજનનું હબ બન્યુ છે.

  • 139 હેકટરમાં વન્ય વિસ્તાર પથરાયેલું છે
  • 70 હજાર વૃક્ષોની સંખ્યા
  • 200 પ્રકારનાં વૃક્ષોની જાતિ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી