રસીકરણ:વલસાડ જિલ્લામાં આજથી 15 થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ શરૂ થતા વાલીઓએ રાહત અનુભવી

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 50 હજાર બાળકોને રસી મુકવાનું આયોજન

વલસાડ જિલ્લામાં 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બાળકો રસી લેવા માટે જોડાયા હતા તેમ કોઈ પણ ડર કે ભય વિના બાળકો રસી લેવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓનું રસીકરણ શરૂ થતા વાલીઓમાં ઘણી રાહત જોવા મળી છે.

વલસાડ જિલ્લાની મોટા ભાગની સ્કૂલમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના નામની નોંધણી કરવા વાલીઓનો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. વાલીઓ ઘણાં લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જિલ્લાની તમામ શાળાઓના પ્રાર્થના હોલ ખાતે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. 3જી જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકો રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

જિલ્લામાં 50 હજારથી વધુ રસીના ડોઝનું આજે આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલ સહિત આરોગ્ય ટીમ સ્ટાફ બાળકનો પાસે આવી વેક્સિન અંગે વાર્તાલાપ કરતા જોવા મળ્યા હતા જ્યાં બાળકો ને કોઈ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...