તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનસેવા ખોરંભે:વલસાડ જનસેવામાં આવકના દાખલા માટે વાલીઓને પરસેવો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ કતારમાં અકળાયા

કોલેજો અને શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઇ જતાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો જનસેવા કેન્દ્રમાં આવક અને જાતિના દાખલા માટે ધસારો થઇ રહ્યો છે.વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં કતારમાં ઊભા રહી દાખલા મેળવવા ધસી આવ્યા છે. ધો.10,11 અને 12 તથા કોલેજોમાં પ્રવેશ માટે જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓને આવક અને જાતિના દાખલા લેવા વલસાડ જનસેવા કેન્દ્રમાં ભારે ધસારો થયો હતો.સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓ કતારમાં ઉભા રહી દાખલો મળી જાય તેવા પ્રયાસો કરતા નજર પડ્યા હતા.

હાલમાં જનસેવા કેન્દ્રમાં ચાર કાઉન્ટર ઉપર આવક જાતિ સહિતના દાખલા વિગેરેની કામગીરી કરવામાં આવી રહી છે.વલસાડ તાલુકા મથકના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ આવક જાતિના દાખલા લેવા મોટી સંખ્યામાં આવ્યા હતા.પરિણામે લાઇનમાં ઉભા રાખી જનસેવા કેન્દ્ર દ્વારા તેમને દાખલા ઇસ્યુ કરવાની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

જનસેવા પરિસરમાં અરજી, એફિડેવિટ માટે વેન્ડરો પણ જોતરાયા
કોલેજો અને શાળાઓમાં પ્રવેશ માટે અરજી સાથે સર્ટિફિકેટો,એફિડેવિટ અને આવક જાતિના દાખલા પણ રજૂ કરવાના હોવાથીએફિડેવિટ ટાઇપ કરવા તથા દાખલાના ફોર્મ ભરવા માટે વેન્ડરો પણ જોતરાયા હતા.દૂરથી આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વેન્ડરો પાસે પહોંચી ફોર્મ અને એફિડેવિટ તૈયાર કરાવવા વિદ્યાર્થીઓનો ધસારો થયો હતો. અહંીં નિયમોનું પાલન ન થયંુ હતું.

અન્ય સમાચારો પણ છે...