તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વલસાડ સિવિલ હોસ્પિટલમાં રસી મુકાવવા જઇ રહેલા પારડીના યુવકનું બાઈક સ્લીપ થતા મોત

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અતુલ સ્મશાન ભૂમિ સામે અચાનક બાઈક સ્લીપ થઈ જતા રસ્તા પર પટકાયો

વલસાડ હાઇવે પર એક આશાસ્પદ યુવાનની બાઈક સ્લીપ થતાં યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. મૃતક ભાવિન શનિવારે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સામે રક્ષણ મેળવવા કોરોના રસી મુકાવવા માટે આવતો હતો. અને રસ્તામાં તેને કાળ ભરખી ગયો હતો.

બાઈક સ્લીપ થઈ જવાથી યુવાન રસ્તા પર પટકાયો

દમની ઝાંપા, કિલ્લા પારડી ખાતે રહેતા અને વલસાડ આરટીઓમાં ફરજ બજાવતા 30 વર્ષીય ભાવિનભાઈ પ્રવીણભાઈ ટેલર શનિવારે પોતાની બાઈક નંબર GJ-15-BN-0768 પર પારડીથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લેવા માટે ઓનલાઇન રજીસ્ટેશન કરવી રસી મુકાવવા સિવિલ હોસ્પિટલ આવી રહ્યાં હતા. જે દરમિયાન અતુલ સ્મશાન ભૂમિ સામે અચાનક ભાવિનભાઈની બાઈક સ્લીપ થઈ જવાથી ભાવિન રસ્તા પર પટકાયો હતો. જેને લઈને તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભયું મોત થયું હતું.

ભાવિનના મિત્રો થતા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં દોડી આવ્યા

મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની જાણ ભાવિનના મિત્રો થતા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. રૂરલ પોલીસને બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસ મથકે બનાવ અંગે નોંધ લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...