તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પારડી પોલીસે બગવાડા ટોલનાકા પાસે એક ટ્ર્કમાં ક્રુરતાપૂર્વક બાંધેલા 227 ઘેટા બકરાને મુક્ત કરાવ્યા, ચાલક-ક્લીનરની ધરપકડ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ વગર મહારાષ્ટ્ર લઈ જતા હોવાનો ખુલાસો થયો

વલસાડ જિલ્લાની પારડી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે એક ટ્રક ન. GJ-24-V-5987માં ક્રૂરતા પૂર્વક ઘેટાં અને બકરા ભરીને મહારાષ્ટ્ર લઈ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. પારડી પોલીસને મળેલી બાતમીના આધારે બગવાડ ટોલ નાકા પાસે ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાંથી 227 ઘેટાં બકરા બિલ વગર મહારાષ્ટ્રના કતલ ખાને લઈ જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પારડી પોલીસે ડ્રાયવર અને ક્લીનરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ફરી છે.

વલસાડ પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે એક ટ્રક નંબર GJ-24-V-5987માં ઘેટા બકરા ભરી ને મહારાષ્ટ્ર તરફ જઈ રહી હોય પોલીસે હાઇવે ઉપર આવેલા બગવાડા ટોલ પ્લાઝા ઉપર નાકાબંધી ગોઠવી બાતમી વાળી ટ્રક આવી પોહ્ચતા અટકાવી તપાસ કરતા તેમાં ક્રુરતા પૂર્વક ભરેલા કુલ 227 ઘેટા બકરા જેની 4.54 લાખના ઘેટાં કબ્જે કરી રાતા પાંજરા પોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જયારે ટ્રક સાથે ચાલક અને ક્લીનર જુમલ ખાન અને રહીમ ખાન ની પારડી પોલીસે ધરપકડ કરી તેમની સામે પ્રાણી ક્રુરતા આધીનીયમ અંતર્ગત ગુન્હો દાખલ કરી ને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...