દારૂની હેરાફેરી:વલસાડની પારડી પોલીસે મહિલા સહિત બે લોકોને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ સાથે ઝડપાયેલી મહિલા વડોદરાની રહેવાસી

વલસાડ જિલ્લાની પારડી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે બગવાડા ટોલનાકા હાઈવે ઉપર વડોદરાની મહિલા અને કાર ચાલકને 2.86 લાખના દારૂના જથ્થા સાથે પારડી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાની પારડી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે એક કાર ન. GJ-06-PE-1748માં વિપુલ પ્રમાણમાં દારૂનો સંતાડી વડોદરા તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પીએસઆઈ કે.એમ. બેરિયાની ટીમે બગવાડા ને.હા.ન. 48 ઉપર બ્રેઝા કાર નંબર GJ-06-PE-1748ને રોકી ચેક કરતા કારમાંથી કુલ 276 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 2.83 લાખ અને કારની કી.રૂ. 5 લાખ મળી કુલ રૂ. 7.88 લાખ મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

પારડી પોલીસે દારૂ લઇ જઇ રહેલા બ્રેઝા કારના ચાલક બિમલ હસમુખભાઈ ટેલર અને કારમાં સાથે એક મહિલા પન્નાબેન સુનિલભાઈ સાહેબરાવ રહે. મહાવીર સોસાયટી, આજવા રોડ વડોદરા બંનેની ધરપકડ કરી હતી. પારડી પોલીસ મથકે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.