ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ:પારડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન BMW કારમાંથી એક શખ્સોને પીધેલી હાલતમાં ઝડપ્યા

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BMW કાર દારૂના નશામાં અકસ્માત થયેલી હાલતમાં મળી આવી હતી
  • સરપંચ પતિએ વાહન ચેકિંગ કરી રહેલા પોલીસ જવાનો સાથે ગેરવર્તન પણ કર્યું

વલસાડ જિલ્લાના પારડી પોલીસની ટીમ ઓરવાડ ઝંડાચોક વાહન ચેકીંગ કરી રહી હતી. જે દરમિયાન પારડી પોલીસે સામેથી આવતી BMW કારને અટકાવી હતી. કારમાં જમણી સાઈડનો સાઈડ મીરલ અને પાછળની દરવાજો અકસ્માત થયેલી રીતે ઘોબા પડેલી હાલતમાં જોવા મળતા પારડી પોલીસના જવાનોને અકસ્માત અંગે શંકા જતા પોલીસ જવાનોએ કાર ચાલકની પૂછપરછ કરતા ખેરગામના સરપંચ પતિએ દારૂના નશામાં પોલીસ જવાનો સાથે અશોભનીય વર્તન કર્યું હતું. જેથી પારડી પોલીસે BMW કારના ચાલકની અટકાયત કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાની પારડી પોલીસની ટીમ પારડીના ઓરવાડા ગામ ઝંડાચોક રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી. વાહન ચેકીંગ દરમ્યાન સામેથી આવતી BMW કાર નંબર (DN-09-L-0555)ને અટકાવી હતી. BMW કારની જમણી સાઇસનો સાઈડ મીરલ.તૂટેલી હાલતમાં મળ્યો હતો. પારડી પોલીસે ખેરગામના સરપંચ પતિ અને BMW કાર ચાલક ધર્મેશ પટેલની પારડી પોલીસના જવાનોએ પ્રાથમિક પૂછપરછ કરતા ધર્મેશ પટેલે પોલોસ જવાનો સાથે ગેરવર્તન કર્યું હતું. પોલીસ જવાનોને ધર્મેશ પટેલ દારૂના નશામાં જણાઈ આવ્યું હતું. પારડી પોલીસે નજીકની સરકારી હોસ્પિટલમાં મેડિકલ કરવી પારડી પોલીસ મથકે ધર્મેશ પટેલ વિરૂદ્ધ પીધેલાનો ગુનો નોંધ્યો હતો. ધર્મેશ પટેલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પારડી પોલીસે ધર્મેશ પટેલની પ્રાથમિક પૂછપરછ કરતા તે ખેરગામ ખાતે કાપડની દુકાન ચલાવે છે. નવસારી જિલ્લા પંચાયતની ખેરગામ બેઠકનો ભૂતપૂર્વ સભ્ય હોવાનું જણાવ્યું હતું સાથે હાલમાં ખેરગામ ગ્રામ પંચાયત સરપંચ પતિ હોવાનું જણાવ્યા હતી.

અન્ય સમાચારો પણ છે...