RT-PCR ટેસ્ટ:પારડી જે.પી કોલેજના પ્રોફેસર કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગે કોલેજના તમામ સ્ટાફનું ટેસ્ટિંગ હાથ ધર્યું

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોલેજના પ્રોફેસર સોમવારે કોરોના સંક્રમિત જાહેર થયા હતા

વલસાડ જિલ્લાના પારડીની જે.પી.પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એક પ્રોફેસર સોમવારે સંક્રમિત જાહેર થાય હતા જેને લઈને તાલુકા આરોગ્ય વિભાગની ટીમે કોલેજના સ્ટાફનું ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. પ્રોફેસરના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું ટેસ્ટિંગ હાથ ધર્યું હતું.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાની જે.પી. પરડીવાલા કોલેજના એક પ્રોફેસર સોમવારે કોરોના સંક્રમિત જાહેર થયા હતા. સોમવારે આરોગ્ય વિભગની ટીમે પ્રોફેસરના સંપર્કમાં આવેલા સ્ટાફ કર્મચારીઓની કોન્ટેક હિસ્ટ્રી મેળવી કોલેજ ખાતે RTPCR ટેસ્ટનો કેમ્પ યોજ્યો હતો.

કોલેજના 30 જેટલા સ્ટાફ ને RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં પારડી તાલુકા હેલ્થના ડૉ. ભાર્ગવ ત્રિવેદી, ડૉ. અંકિતા કરેડ તેમજ પ્રિયંકા પટેલની ટીમ દ્વારા સેવા બજાવી હતી. સાથે જે.પી.પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના તમામ સ્ટાફ પરિવાર અને એન.કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ- પારડીના તમામ સ્ટાફનો આજ રોજ કોલેજમાં RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

વલસાડથી આવતા પ્રોફેસર કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ અન્ય કોઈ સ્ટાફ તેમજ વિદ્યાર્થી સંક્રમિત થયા હસે કે તેવો પ્રશ્નો હાલ તો સતાવી રહ્યા છે. તેમજ હજી જે વર્ગમાં કોરોના સંક્રમિત થયેલ પ્રોફેસર ફરજ પર હતા તે દરમ્યાન હાજર વિદ્યાર્થી ઓના પણ RTPCR ટેસ્ટ કરવામાં આવે તે પણ જરૂરી બની રહ્યું છે.

તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કોવિડના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે કોવિડના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી હતી.

પારડી ડીસીઓ શાળાના ધો. 12 ની વિદ્યાર્થિની અને લેબ શિક્ષિકાનો પણ કોરોના કેસ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે જે વર્ગનાના દરેક વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...