ભાસ્કર એક્સપ્લેનર:પાર-તાપી પ્રોજેક્ટ 42 વર્ષે મંજૂર અને માત્ર બે મહિનામાં જ રદ્દ, જમીન ગુમાવવાનો ડર હોવાથી આદિવાસીઓએ વિરોધ કર્યો હતો

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: હિમાંશુ દરજી
  • પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 1980થી વિચારણામાં ચાલી રહ્યો હતો

દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, વલસાડ જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોને વિજળી અને પાણી આપવા માટેના પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 1980થી વિચારણામાં ચાલી રહ્યો હતો. જેને 42 વર્ષ બાદ નરેન્દ્ર મોદીની સરકારે મંજૂર કર્યો હતો પરંતુ સ્થાનિક આદિવાસી, સ્થાનિક અને પ્રજાના વિરોધના પગલે આ પ્રોજેક્ટને બે મહિના પૂર્વે સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી અને આખરે ગુજરાત સરકારે પણ આ પ્રોજેક્ટને રદ્દ કરવાની ફરજ પડી છે.

પાર-તાપી અને નર્મદા રિવર લીંક પ્રોજેક્ટ જે અગાઉના વર્ષોમાં હાથ ધરવાનાં આયોજનમાં ગુજરાત સરકારે સામેલ કર્યો હતો. જોકે, વર્ષો બાદ અચાનક કેન્દ્ર સરકારના બજેટમાં આ પ્રોજેકટ માટે પાર તાપી અને નર્મદા રિવર લીંક પ્રોજેક્ટનાં જોડાણની નાંણા ફાળવવાની જાહેરાત સાથે મંજૂરી આપવામાં આવી, જેને પગલે દક્ષિણ ગુજરાતનાં આદિવાસી સમાજમાં આ મુદ્દે ફાયદો થશે કે નુકસાન તેની ચર્ચા ચાલવા લાગી અને ઉગ્ર વિરોધનો વંટોળ ઉભો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...