નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમા ઝીરો ફેટ દૂધ, કપાસિયા તેલ અને કેમિકલની મદદથી બનતુ હતુ પનીર

વલસાડ20 દિવસ પહેલા
  • નરોલી રોડ પર આવેલા એક ઘરમાં ધમધમતી ફેક્ટરી પર આરોગ્ય વિભાગનો દરોડો
  • સેલવાસ અને આજુબાજુના વિસ્તારમાં નકલી પનીર સપ્લાય કરતા હતા

આજકાલ ઘર હોય કે હોટલ હોય ભોજનમાં પનીરનો ઉપયોગ વધ્યો છે. પરંતુ, વલસાડને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી નકલી પનીર બનાવવાની ફેક્ટરી જે રીતે ઝડપાઈ છે તેને જોતા લોકોએ પનીર ખાતા પહેલા એકવાર વિચાર કરવો પડે તેમ છે. સંઘપ્રદેશમાં ઝડપાયેલી ફેક્ટરીમાં ઝીરો ફેટ દૂધ, કપાસિયા તેલ અને કેમિકલની મદદથી પનીર બનાવી બજારમાં વેચાતું હોવાનો ખુલાસો થયો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાની આ ઘટનાનો પર્દાફાશ કરી આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

કઈ રીતે બને છે નકલી પનીર?
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી રોડ પરથી નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં નકલી પનીર બનાવવા માટે ઝીરો ફેટ દૂધ, કપાસિયા તેલ અને કેમિકલનો ઉપયોગ કરવામા આવતો હતો. વિશાળ મશીનમાં આ તમામ વસ્તુઓ મીક્સ કર્યા બાદ પનીર તૈયાર કરવામા આવતું હતું. પનીર બનાવવાની પદ્ધતિ જોઈ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

નરોલી રોડ પર રહેણાંક મકાનમાં ફેક્ટરી ધમધમતી હતી
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પનીરનું વેચાણ વધુ થઈ રહ્યું હોવા છત્તા કિંમત ઘણી ઓછી હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને દાદરા નગર હવેલીની આરોગ્ય વિભાગની ટીમે દાદરા નગર હવેલી વિસ્તારમાં આવેલી ડેરીઓમાં પનીર અને અન્ય સામગ્રી ચકાસણી આરોગ્ય વિભાગે હાથ ધરી હતી. જેના આધારે નરોલી રોડ ઉપર આવેલા એક ઘરમાં પનીર બનાવવાની ફેક્ટરી હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમાં ચેક કરતા 0 ફેટના દૂધમાં કેમિકલ મિલાવી અખાદ્ય પનીર બનાવવાની સેલવાસ અને આજુબાજુના વિસ્તારમાં આવેલી ડેરીઓમાં પનીરનું વેચાણ કરતા હતા. દાનહ આરોગ્ય વિભાગની અખાદ્ય પનીર સાથે ઝડપાયેલાં આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ અગાઉ ડેરીમાં કામ કરી ચુક્યા હોવાથી દૂધ અને પનીર બનાવવાની રીત જાણતા હતા.

અન્ય સમાચારો પણ છે...