વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતી એક મહિલા ગાંધીધામ જવા માટે વાપી આવી હતી. વાપી રેલવે સ્ટેશન ઉપરથી 3 બેગ લઈને ગાંધીધામ જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના AC કોચમાં જતી મહિલાને ચાલુ ટ્રેને એટેક આવતા મહિલાનું ટ્રેનમાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રેલવે વિભાગની ટીમને થતા રેલવે વિભાગે 108 અને રેલવે હોસ્પિટલના ડોક્ટરને વલસાડ રેલવે સ્ટેશન ખાતે તૈનાત રાખવામાં આવ્યા હતા. વલસાડ રેલવે સ્ટેશન ખાતે મહિલાને ચેક કરતા મહિલાનું યાત્રા દરમ્યાન મોત નીપજ્યું હતું.
વલસાડ જિલ્લાને અડીને આવેલા પાલઘર ખાતે રહેતા સીમરણ લખયાની શુક્રવારે વાપીથી બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનમાં ગાંધીનગર જવા 3 બેગના લગેજ સાથે એકલા આવ્યા હતા. વાપી રેલવે સ્ટેશનથી બાંદ્રા ગાંધીધામ AC કોચ B-3ની સીટ ન.45 ઉપર રિઝર્વેશન કર્યું હતું. વાપીથી ટ્રેનમાં બેસ્યા બાદ તેમને AC કોચમાં ગભરામણ થઈ હતી. સ્થાનિક લોકોએ ચાલુ ટ્રેનમાં મહિલાને બચાવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. ટ્રેનના AC કોચના ટીસીએ વલસાડ રેલવે હોસ્પિટલ અને 108ની ટીમની મદદ મેળવી હતી. વલસાડ ટ્રેન આવી પહોંચી ત્યારે B-3 કોચમાં સીમરન બેનને રેલવે હોસ્પિટલના તબીબી ચેક કરતા મહિલાને મૃત જાહેર કર્યા હતા. મહિલાની લાશ વલસાડ GRPની ટીમે કબ્જો મેળવી લાશનું PM કરાવવાની તજવીજ હાથ ધરી હતી. મહિલાના મોબાઈલ વડે મહિલાના પરિવારના સભ્યોને વલસાડ બોલાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.