તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિલાયન્સ ફાઉન્ડેશને દાન કર્યું હતું

વલસાડ પાલિકા સંચાલિત મ્યુ. હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનની સેવા પૂરી પાડવા માટે પાલિકાના સભ્ય અને પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકીએ ગત માસે રિલાયન્સ કંપનીના ગીરીશભાઇ વશીને દરખાસ્ત મોકલી હતી.જેને રિલાયન્સ દ્વારા મંજૂર કરાઇ હતી.

આ દરમિયાન તમામ પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ રવિવારે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુ. હોસ્પિટલ માટે નવા ઓક્સિજન પ્લાનટની મશીનરી ટેંક, સ્ટોરેજ ટેંક સહિતની મશીનરી આવી પહોંચતા ઇન્સ્ટોલ કરાયું હતું.જેથી મ્યુ.હોસ્પિટલમાં ઓક્સિજન માટે દર્દીઓને સુવિધા મળી રહેશે.દરખાસ્ત કર્યાના 26 દિવસમાંજ ઓક્સિજન પ્લાન્ટ રિલાયન્સ ફાઉન્ડેશને મોકલી દેતા દર્દીઓને ઓક્સિજનની સમસ્યામાંથી મુક્તિ મળશે તેવું સોનલબેને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...