• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Over 20 Thousand MBBS First Year Students' Fight In Russia Ukraine War Gets A Happy Ending, Govt Gives Green Light To Change University

સરકારની મોટી રાહત:રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધમાં 20 હજારથી વધુ MBBS ફર્સ્ટ યરના સ્ટુડન્ટની લડાઈનો સુખદ નિર્ણય આવ્યો, યુનિવર્સીટી બદલવા સરકારે આપી લીલી ઝંડી

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત સરકારે વિદ્યાર્થીઓના પક્ષમાં નિર્ણય કરતા 20 હજારથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજવળ બનશે

વલસાડ જિલ્લા સહિત સમગ્ર દેશમાંથી 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે યુક્રેન ગાતા હતા. જ્યાં યુદ્ધ છેડાતા વિદ્યાર્થીઓ એ ભારત પરત ફરવું પડ્યું હતું. 6 માસ જેટલો સમય વીત્યા બાદ પણ ભારત સરકારે કોઈ ચોક્કસ માર્ગદર્શન ન આપતા વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયામાં મુહિમ ચલાવી હતી. ફસ્ટ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન બનાવી હતી. જેમાં યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સીટી નહીં બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે દિવ્ય ભાસ્કરની ટીમે વાત કરી સમગ્ર મુદ્દે સરકારનું ધ્યાન દોરવ્યુ હતું. જે બાદ કેન્દ્ર સરકારે નિર્ણય બદલવો પડ્યો હતો અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ યુનિવર્સીટી અને દેશ બદલવાની છૂટ આપવાની જાહેરાત કરતા યુક્રેનમાં અભ્યાસ કરતા વલસાડ જિલ્લા સહિત દેશના 20 હજારથી વધુ વિદ્યાર્થીઓનું અંધકારમય ભવિષ્ય ઉજ્વળ દેખાતું બન્યું હતું.

યુક્રેનમાં અલગ અલગ યુનિવર્સીટીમાં ભારતીય વિદ્યાર્થીઓ MBBSના અભ્યાસ માટે યુક્રેનની અલગ અલગ યુનિવર્સીટીમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલ ફેકલ્ટીના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. ચાલુ વર્ષે રશિયાએ યુક્રેન સામે જંગ છેડી હતી. જેને લઈને યુક્રેનમાં ભણતા તમામ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ ભારતીય મૂળના તમામ વિદ્યાર્થીઓને માદરે વતન પરત લાવવામાં આવ્યા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના 6 માસ બાદ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા ભારતીય મૂળના વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. જેથી PMO અને યુક્રેન યુનિવર્સીટી પાસે માર્ગદર્શન મેળવવા માટે ઓપરેશન સરસ્વતી હેઠળ તમામ વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયા ટ્વિટરના માધ્યમથી જરૂરી મારદર્શન મેળવવા કેમ્પઈંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 2 લાખથી વધુ ટ્વિટ વિદ્યાર્થીઓએ કરીને ટ્વિટ ટ્રેન્ડિંગમાં રહ્યું હતું.

ભારતીય મૂળના MBBSના વિદ્યાર્થીઓએ સરકાર પાસે જરૂરી માર્ગદર્શન મેળવવા માટે યુક્રેનમાં વિદ્યાર્થીઓએ ટ્વિટર ઉપર કેમ્પિયન ચલાવી 2 લાખથી વધુ ટ્વિટ વિદ્યાર્થીઓએ કર્યા હતા. અને જરૂરી માર્ગદર્શન માંગી રહ્યા છે. ભારત સરકારે 18મી ઓગષ્ટના રોજ નવી ગાઈડ લાઈન જાહેર કરતા MBBSમાં ગત વર્ષે યુક્રેનની યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને યુનિવર્સીટીમાં એડમિશન ટ્રાન્સફર આપવાની ના પાડતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર મય દેખાઈ રહ્યું હતું. જે બાદ વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. સમગ્ર મામલે સરકારે નિર્ણય પરત લઈને યુક્રેનની યુનિવર્સીટીમાં MBBSમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે મહત્વની નિર્ણય કર્યો છે. MBBSના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સીટીમાં પ્રવેશ આપવા ની જાહેરાત કરતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અન્ય દેશોમાં આવેલી યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

18મી ઓગષ્ટે ભારત સરકારે નવી ગાઈડ લાઈન જાહેર કરી
યુક્રેનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં યુક્રેનમાં MBBS માટે અભ્યાસ કરવા ગયેલા પ્રથાન વર્ષના વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સીટીમાં ટ્રાન્સફર ન આપવાની જાહેરાત કરી હતી. સાથે બીજા વર્ષ અને તેથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સીટીમાં એડમિશન બદલી લઈ શકશે તેવી જાહેરાત કરતા વિદ્યાર્થીઓ સામે અંધકાર છવાઈ ગયો હતો. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ગાઈડલાઈન આગળ કરી ભારત સરકાર હાથ ઊંચા કરી રહી છે તેમ ભારતના વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે.યુક્રેનની યુનિવર્સીટી દ્વારા યુદ્ધ વચ્ચે પણ ભારતીય મૂળના વિદ્યાર્થીઓને પરત કોલેજમાં ઓફલાઇન એજ્યુકેશન માટે બોલાવી રહી છે. વિદ્યાર્થીઓએ અન્ય જગ્યાએ તપાસ કરતા યુદ્ધ વચ્ચે યુક્રેનની યુનિવર્સીટીમાં પ્રોફેસરો પણ હાલમાં ના કહી રહ્યા છે.

વિદ્યાર્થીઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો
વલસાડના અતુલ ખાતે રહેતા આયુષ પાટીલ સહિત અન્ય વિદ્યાર્થીઓને તેમનું ઉજ્વળ ભવિષ્ય અંધકાર મય દેખાઈ રહ્યું હતું. ઘટના અંગે દિવ્યા ભાસ્કર વેબની ટીમને જાણ થતાં વિદ્યાર્થીઓની વાચા સરકાર સમક્ષ મૂકી સમગ્ર ઘટના ક્રમ ઉપર સરકારનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જે બાદ સંવેદન સિલતા દર્શાવી તમામ વિદ્યાર્થીઓનું ઉજ્વળ ભવિષ્યનો રસ્તો કંડારી આપ્યો હતો. અને તેમને અન્ય યુનિવર્સીટીમાં બદલી આપવાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓ અને વાળીઓમાં ઘણી ખુશી જોવા મળી હતી.

ભારતમાં MBBSની ખાનગી કોલેજમાં અભ્યાસ માટે 1થી 2 કરોડનો ખર્ચો થાય છે. ભારતમાં દર વર્ષે 19 લાખ વિદ્યાર્થીઓ HSC પાસ કરી બહાર આવે છે. ભારત સરકારની ગવર્મેન્ટ કોલેજમાં સીટ મર્યાદિત હોવાથી તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકતો નથી. જેથી સારી યુનિવર્સીટી તરીકે યુક્રેનની યુનિવર્સીટી સારી હોવાથી 10 લાખના ખર્ચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા મોકલાવ્યા હતા. એડમિશન લીધું ત્યારે યુદ્ધ થશે તેવી ખબર પણ ન હતી નહીંતર એડમિશન ન અપાવતે. તેમ જણાવ્યું હતું. ભારત સરકારે વિદ્યાર્થીઓની અને વાલીઓની લાગણીઓને ધ્યાન આપીને નિર્ણય બદલ્યો હોવાથી તમામ લોકોએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...