તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:માલવણનું તળાવ મત્સ્ય ઉછેર માટે ફાળવી દેવાતા ગ્રામજનોનો આક્રોશ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • માછલા અને તેનો ખોરાક નાંખતા તળાવનું પાણી બગડી રહ્યું છે

વલસાડના માલવણ ગામે સ્થાનિક ગ્રામજનો માટે ઉપયોગી તળાવ મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા 5 વર્ષ માટે મત્સ્ય ઉછેર માટે લીઝ પર ફાળવવા મુદ્દે ગામમાં ભારે વિરોધ થઇ રહ્યો છે.આ મામલે ગ્રામજનોએ કલેકટર સમક્ષ વિરોધ ઉઠાવી ફાળવણી રદ કરવા દાદ માગી છે. વલસાડ તાલુકાના માલવણ ગામે માહ્યાવંશી અને કોળી સમાજના નાગરિકોના ઉપયોગ માટે મહત્વનો સ્ત્રોત ગણાતા તળાવને જિલ્લા મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા સરકારની પરવાનગી અને ગ્રામજનોની સમંતિ વિના જ મત્સ્ય ઉછેર માટે લીઝ પર ફાળ‌વી દેવામાં આવ્યો છે.આ તળાવ ગ્રામજનો બાપદાદાના સમયથી કપડા ધોવા,પશુઓને પાણી પીવડાવવા માટે તથા પંખીઓ માટે પણ ખુબ ઉપયોગી રહ્યો છે.

તળાવને મત્સ્ય ઉછેર માટે ફા‌ળ‌વી દેવાતાં તેમાં માછલા અને ખોરાક નાંખતા તળાવનુ પાણી લીલું થઇ જતાં વાપરવાનું મુશ્કેલ બન્યું છે.આ મુદ્દે ગ્રામજનોએ જિલ્લા મત્સ્યોદ્યોગ કચેરીમાં વાંધો રજૂ કર્યો હતો.પરંતું કચેરી દ્વારા કોઇ પ્રતિસાદ ન મળતાં માલવણના ગ્રામજનોએે સોમવારે કલેકટર કચેરી પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.જેમાં માલવણના તળાવની મત્સ્ય ઉછેર માટેની પરવાનગી રદ કરવા માગ કરી હતી.ગ્રામજનોએ લેખિત આવેદન આપી આ મુદ્દે કોઇ નિરાકરણ નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે. અગાઉ પણ ઝીંગા તળાવના મુદ્દે વિવાદ ઉભો થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે ઝીંગા તળાવો પણ બનાવી દેવાય છે.

પા‌ળના કૂવાનું પાણી પણ બગડી રહ્યું છે
માલવણના તળાવની પાળ ઉપર 1951થી ઉપયોગમાં લેવાતો કુવો આવેલો છે.જેનું પાણી ગ્રામજનો પીવા માટે કરે છે.ઉના‌ળામાં આ કુવા સિવાય કોઇ વિકલ્પ નથી.આ કુવાનું પાણી પણ બગડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો